Amreli,તા.01
જીલ્લા રોજગાર કચેરી અમરેલી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે દેશની પ્રતિષ્ઠિત કંપની EDF International Networks અને Credit Access Grameen Limited મા જરૂરી ટેકનિકલ તેમજ નોન ટેકનીકલ મેનપાવર માટેની ભરતી માટે તા. 29 જુલાઈ, 2026ના રોજ આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું..
આ ભરતીમેળામાં ધો. 10,12,આઈ.ટી.આઈ., તથા ડિપ્લોમા એન્જી. પાસ કરેલ એમ કુલ 98 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.તે પૈકી 77 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે તેવું આઈ.ટી.આઈ. સાવરકુંડલાના આચાર્યશ્રીએ યાદીમાં જણાવેલ છે.

