(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli,તા.1
બાબરા પથકમાં મિત્રતાના નાતે રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ તે પરત નહિ કરતા પોલીસમાં ફરિયાદ કુલ રૂ।.6 આ બનાવમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મોટા મૌવા, કદમ હાઇટસ, ફ્લેટ નંબર-201માં રહેતા અને બાબરાના અમરાપરાના વતની અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ નામના 46 વર્ષીય સ્કુલ સંચાલકને બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી નિગમભાઇ મનોજભાઇ ગૌસ્વામી તથા મનોજભાઇ ગૌસ્વામી સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય.
અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. જરૂર પડ્યે ત્યારે સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા. જેથી કુલ રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ હતા
જે રૂપીયા આરોપીઓએ સ્કુલ સંચાલકને સને-2026 ના માર્ચ મહિનામાં પરત આપી દેવાનો વિશ્વાસ અપાવેલ હતો. પરંતુ આ રૂપીયા પરત આપેલ ન હોય અને સ્કુલ સંચાલકે તેમની પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા રૂપીયા પરત ન આપી બંને આરોપીઓ તેમના મોબાઇલ ફોન બંધ કરી ઘરેથી ક્યાંક જતા રહી સ્કુલ સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

