હત્યા, દુષ્કર્મ, એનડીપીએસ, લૂંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા રેન્જ વડા નિર્લિપ્ત રાયનો એક્શન પ્લાન
Rajkot,તા.28
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, એનડીપીએસ સહિતના ગંભીર ગુનાઓ આચરી ભૂગર્ભમાં ઉતરી જનાર આરોપીને પકડી પાડવા રેન્જ વડા નિર્લિપ્ત રાય એક્શન મોડમાં આવ્યા છે. પાંચ જિલ્લાના 29 મોસ્ટ વોન્ટેડની સચોટ માહિતી આપનારને રોકડ ઈનામ અને ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જે અંગે રેન્જ આઈજી કચેરી કે પોલીસ મથકે જાણ કરી શકશે
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની વારંવાર તપાસ કરતા મળી આવેલ ન હોય તેમજ તેઓ વિરુધ્ધનું ધરપકડ વોરંટ કોર્ટમાંથી મેળવી બજવણીના પ્રયત્નો કરવા છતાં આરોપીઓ આજ સુધી મળી આવેલ નથી. તેઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરેલ છે, ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી આપને મળે તો તુર્તજ તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા રાજકોટ રેન્જ આઈજી ઓફિસ કે જે તે પોલીસ મથકને જાણ કરવા અનુરોધ કરાયો છે.
ટંકારા લૂંટકાંડના આરોપીઓ સહિતનો સમાવેશ : યાદી જાહેર
રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ (બિહાર) ,ફારૂક હબીબ જામ (માળીયા મીયાણા),ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (મુળ ગામ,વેજા ગામ, ગોંડલ),વિવેક ઉર્ફે ટેલર અમરેન્દ્રસીહ ચંદેલ ,રોહન બચાવપ્રસાદ રાવત,આસુતોષ શીવધરન ત્રીપાઠી, આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી (ઉતરપ્રદેશ),લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (પંજાબ),
અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ (ઓરીસ્સા)
કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા, રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ,
દિનેશ જામસિંગ મેલા (મધ્યપ્રદેશ),લાલજી કૈલાશ પંડયા (ખંભાળીયા) ,બાલુ માનસિંગ બીલવાવ અને વસના ભુરા સરૂપા બીલવાલ ,કૈલાશ રામસીંગ અજનાર (મધ્યપ્રદેશ),
સંદિપ ગોકરણ પાસવાન(ઉત્તરપ્રદેશ),
રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી, સોનુસિંગ સતનામસિંગ (પંજાબ),
ગંગારામ છોટાડીલા ચતર (બિહાર) દેવાસી ઉર્ફે કનુ મદનપરી (ઓડીસા),
મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા (રાજસ્થાન),રાજલખાન શખી મહમદ મુસ્લીમ ( મધ્યપ્રદેશ),
મનુભા માનસિંહ ઝાલા,અલી નથુ ડફેર ( સુરેન્દ્રનગર),ધર્મેશ બાબુલાલ ગુર્જર (રાજસ્થાન), ડાલુરામ હાલુજી ગુર્જર (રહે રાજસ્થાન) ભીખા ભૂરા કુના (રહે.મહારાષ્ટ્ર) ફરાર છે. જેની માહિતી આપનારને રોકડ ઈનામ અપાશે.

