Mumbai,તા.02
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેનો વિવાદ હાલમાં સમાચારમાં છે. આ વિવાદ પાછળનું મુખ્ય કારણ 1998નો કાળિયાર શિકાર કેસ છે. આ કેસ પર આધારિત ફિલ્મ `કાલા હિરણ’ બની રહી છે. આગામી ફિલ્મનું પહેલું પોસ્ટર 30 મેના રોજ રિલીઝ થયું હતું. સલમાન ખાનની કાનૂની ટીમે `કાલા હિરણ’ના નિર્માતા અને દિગ્દર્શકને કાનૂની નોટિસ મોકલી છે.
ડીએસકે લીગલે અભિનેતા સલમાન ખાન વતી કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને કાનૂની નોટિસ મોકલી છે. તે આગામી ફિલ્મ `કાલા હીરન’ના નિર્માણ અને પ્રમોશનને તાત્કાલિક રોકવાની માંગ કરે છે.
નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ પ્રોજેક્ટ અભિનેતાના કાળિયાર શિકાર કેસથી પ્રેરિત છે. તે એવો પણ દાવો કરે છે કે આ ફિલ્મ ખાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અને ચાલુ ન્યાયિક કાર્યવાહીમાં દખલ કરી શકે છે.

