બે સગીર બહેનોને પ્રેમ જાળમાં ફસાવી બે મિત્રોએ અપહરણ કરી હવસનો શિકાર બનાવી
Rajkot,તા.14
એરપોર્ટ પોલીસ મથક વિસ્તારની બે સગીર બહેનોને પ્રેમ જાળમાં ફસાવી બે મિત્રોએ અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા સાવન ડાભીની ચાર્જસીટ બાદની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય પંથકની 12 વર્ષની સગીરાને સાવન ઝવેરભાઈ ડાભી (રહે રંગીલા સોસાયટી ઢોળો નવાગામ રાજકોટ)અને 17 વર્ષની સગીરાને વિશાલ નામનો શખ્સ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેણે દુષ્કર્મ આચાર્ય અંગેની એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 12 વર્ષની સગીરાને ભગાડી લઈ જનાર અને દુષ્કર્મ આચરનાર આરોપી સાવન ઝવેરભાઈ ડાભીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સાવન ડાભીએ જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. માત્ર 12 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવી પ્રેમ જાળમા ફસાવી લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરેલ છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. આ કેસ ની પોક્સો અદાલતમાં સુનાવણી ચાલુ છે.જામીન આપવામાં આવશે તો આરોપી નાસી ભાગી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે તેવી રજૂઆત કરવામાં આવેલી તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

