New Delhi,તા.02
આજે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને વાયરલ થવાની હોડમાં મોટાભાગનાં નવા ક્રિએટર્સ અંગ્રેજીમાં કન્ટેન્ટ બનાવે છે. પરંતુ થોડા મહિનાની મહેનત પછી પણ તેમને નિરાશા જ હાથ લાગે છે. જ્યારે જે ક્રિએટર્સ હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ, પંજાબી કે પોતાની લોકલ ભાષામાં રીલ્સ બનાવે છે, તેઓ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે અને લાખો ફોલોઅર્સ બનાવી રહ્યાં છે.
લોકલ ભાષામાં રીલ બનાવવાનો જાદુ :-
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માતૃભાષામાં વીડિયો જુએ છે, ત્યારે તે પોતાને તેનાથી વધારે નજીક અનુભવે છે. તે લાઈક, કોમેન્ટ, શેર અને સેવ જરૂર કરે છે. અંગ્રેજીમાં બનાવેલી રીલ્સ મોટાભાગનાં લોકોને એ રીતે જકડી શકતી નથી.
કોમ્પિટિશન ખૂબ ઓછી છે :-
અંગ્રેજીમાં લાખો ક્રિએટર્સ છે, પરંતુ હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં સારું, સાચું અને મનોરંજક કન્ટેન્ટ બનાવનારા હજુ પણ ઓછા છે. તેથી તમારા વીડિયોને જલ્દી પ્રમોશન મળે છે.
લોયલ ઓડિયન્સ બને છે :-
લોકલ ભાષામાં વાત કરનારો ક્રિએટર લોકોને પોતાનો લાગે છે. તેઓ ફક્ત વીડિયો જોનારા નથી બનતા, પરંતુ લાંબા સમય સુધી તમારી સાથે જોડાયેલા રહે છે. આ જ લોયલ ફોલોઅર્સ પછીથી કમાણીનું સૌથી મોટું સાધન બને છે.
સફળતાની સરળ ટિપ્સ :-
પોતાની બોલીમાં બોલો : હિંગ્લિશ, દેશી અંદાજ કે પોતાની ગામની ભાષા- જેવી તમે રોજ બોલો છો, તેવી જ બોલો. નકલી અંગ્રેજીની જરૂર નથી.
લોકલ ટોપિક પસંદ કરો : પોતાનાં શહેર, ગામ, તહેવાર, ખાન-પાન, સમસ્યા, મજાક કે રોજબરોજની જિંદગી પર વીડિયો બનાવો.
સરળ રાખો : મોંઘા કેમેરા કે એડિટિંગની જરૂર નથી. સારો પ્રકાશ, ક્લિયર અવાજ અને દિલથી કરેલી વાત જ જરૂરી છે.
ટ્રેન્ડિંગ ઓડિયો + લોકલ ટ્વિસ્ટ : પોપ્યુલર ઓડિયો લો પરંતુ તેમાં તમારી ભાષા અને સ્ટાઈલ ઉમેરી દો.
નિયમિત પોસ્ટિંગ : અઠવાડિયામાં 5 થી 7 રીલ્સ મૂકવાનો પ્રયત્ન કરો.
સાચું ઉદાહરણ :-
કેટલાય ક્રિએટર્સ જે પહેલાં અંગ્રેજીમાં 1 થી 2 હજાર વ્યુઝ મેળવતાં હતાં, તેઓ હવે હિન્દી કે પોતાની લોકલ ભાષામાં કન્ટેન્ટ બનાવીને રોજ 1 થી 10 લાખ વ્યુઝ મેળવી રહ્યાં છે. કારણ કે લોકો હવે ’પોતાના લાગતાં’ ક્રિએટર્સને ફોલો કરવા માંગે છે.
ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી ગ્રો કરવા અને લોયલ ઓડિયન્સ બનાવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે પોતાની માતૃભાષામાં સાચા દિલથી કન્ટેન્ટ બનાવવું. અંગ્રેજી છોડીને હિન્દી કે પોતાની લોકલ ભાષા અપનાવો. જ્યારે લોકો તમને પોતાનાં સમજશે, ત્યારે ફોલોઅર્સ, વ્યુઝ અને કમાણી બધું જ પોતાની જાતે વધી જશે.

