બીએપીએસના આંતરરાષ્ટ્રીય વકતા અપૂર્વમૂનિ સ્વામિનુ વ્યકતવ્ય
Rajkot, તા.11
રાજકોટના આંગણે રેસકોર્ષ મેદાનમાં આજથી સાત દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બીએપીએસના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટી વેશનલ સ્પીકર સંત તથા રાજકોટના સંત વકતા અપૂર્વમુનિ સ્વામિ પોતાની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગો, દ્રષ્ટાંત, સંવાદ, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફોટો વિડીયોની અદભૂત પ્રસ્તુતિ સાથે દરરોજ રાત્રે શાસ્ત્રમાત્રના સાર સમાન વિવિધ વિષયો ઉપર પારાયણ દ્વારા પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે.
પ્રથમ દિવસ તા.૧૧ ના સંકલ્પો સાકાર કરવાના સુત્રો, તા.૧૨મીએ સબ દર્દો કી એક દવા, તા.૧૩મીએ આર્ય સંતાનો સાવધાન, તા.૧૪મીએ સત્ય સનાતન દેશ હૈ મેરા, તા.૧૫મીએ પરમાત્મા છે તો પ્રશ્નો કેમ? અને તા.૧૬મી એપ્રિલે મોજમાં રહે તે માનવ તેમજ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોના દર્શન અને આર્શિવાદનો અમૂલ્ય લાભ લેવા સમગ્ર સંત-ભક્ત-મંડળ વતી સાધુ બ્રહ્મતીર્થદાસ (કોઠારી સ્વામિ)દ્વારા એક યાદીમાં અનૂરોધ કરાયો છે.

