Mumbai,તા.26
૩૦વર્ષના ઇશાન ખટ્ટર અને ૨૪ વર્ષની ચાંદની બેઇન્ઝ વચ્ચે ત્રણ વર્ષ બાદ બ્રેક અપ થઇ ગયું હોવાની વાત ચાલી છે. બંને જણાં અનેકવાર જાહેરમાં હાથ માં હાથ ભેરવી દેખાયા હોઇ તેમની વચ્ચે રિલેશનશિપ હોવાનું મનાતું હતું. જો કે, ઇશાન કે ચાંદનીએ તેમના બ્રેક અપ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રોના દાવા અનુસાર ઇશાન અને ચાંદની રાજીખુશીથી છૂટાં પડયા છે અને તેમના રસ્તે અલગ અલગ આગળ વધી રહ્યાં છે.
તાજેતરમાં ઇશાને સારા અર્જુન સાથે એક એડ કરી હતી જેમાં તેમના શૂટના સિન વાઇરલ થતાં બંને સાથે ફિલ્મ કરી રહ્યા હોવાની અટકળોએ જોર પકડયું હતું પણ સારાએ બાદમાં તેઓ એક એડ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી. આ એડમાં દર્શાવવામાં આવેલી લવ સ્ટોરીમાં બંનેની કેમિસ્ટ્રીને પસંદ કરવામાં આવી હતી.સારા અને ઇશાન શૂટ દરમ્યાન એકમેકની નજીક આવ્યા હોવાની અટકળોને ઇશાનની નજીક રહેલાં સૂત્રોએ નકારી કાઢી હતી. દરમ્યાન ઇશાન હાલ ‘ધ રોયલ્સ સિઝન ટુ’ અને ‘જુગાડુ ‘ફિલ્મના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.’રોયલ્સ’નું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાનું છે.

