Rajkot તા.૫
શહેરના નજીક શાપર વેરાવળમાંથી ગઈ કાલે પેસેન્જર બની આવેલ અજાણ્યા શખ્સ દ્વારા ગુલાબ ઓઈલ મિલ પાછળ લઈ ગયેલ ત્યાં ઉભો રાખતા અને રીક્ષા ચાલક માવો ખાઇ પરત ફરતા રૂ ૨૫૦૦૦૦ ની કિંમત પેસેન્જર સીએનજી રીક્ષાની ચોરી પેસેન્જર એ ચોરી કરેલની શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ ગુંદાસરા ગામે રહેતા અને શાપર વેરાવળ માં રીક્ષા ચલાવતા ફરિયાદી જીતેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ સાગઠીયા ઉંમર વર્ષ ૨૫ વર્ષે યુવાન ગઈકાલે શાપર વેરાવળ ચોકડી પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા પ્રદ્યુમનપાર્ક ભાડું નક્કી કરેલ અને બપોરે ૩ વાગે અજાણ્યા શખ્સ સાથે સરદાર ચોક પાસે ગુલાબ ઓઈલ મિલ પાછળની શેરી માં રીક્ષા લઈ પહોંચેલ અને અજાણ્યા શખ્સ દ્વારા હમણાં આવુંનું કહી જતો રહેલ બાદ રીક્ષા માં ચાલક ચાવી રિક્ષામાં રાખી માવો ખાવા ગયેલ ત્યાથી પરત ફરતા રીક્ષા જોવા ન મળતા શોધખોળ આદરી અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ને રૂ ૨૫૦૦૦૦ કિંમતવાળી પેસેન્જર સી.એન.જી.ની ચોરી પેસેન્જર બની આવેલ શખ્સે ચોરી કરેલની જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

