Junagadh, તા.4
મેંદરડા રહેતા ફરિયાદી ચરિાગભાઇ જેઠાલાલ ચંદ્રેના રહેણાંક બંધ મકાનમાંથી અજાણ્યા ઇશમે ઘરમાં પ્રવેશી મકાનના હોલમાં લાકડાના કબાટનો લોક તોડી સોનાનું કડુ 39.900 ગ્રામ રૂા.3,17,644ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસપી સુબોધ ઓડેદરાએ તાકીદ કરતાં મેંદરડા પોલીસ ઇન્સ. જી.આઇ. રાઠોડ, સબ ઇન્સ. વી.એસ. લખધીર અને સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ બાતમીના આધારે આરોપી હુસેન યુસુફ વખારીયા (ઉ.વ. 28, રહે. ઢાલ રોડ, જૂનાગઢ)ને દબોચી લઇ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબ તે તા.29-3ના ઇલેક્ટ્રીક કામ કરવા ગયેલ ત્યારે ચોરીનો અંજામ આપ્યો હતો. મુદામાલ કબ્જે કરી વધુ તપાસ મેંદરડા પોલીસે હાથ ધરી છે.
ડૂબી જતાં મોત
કેશોદના માણેકવાડા ગામે રહેતા અરવિંદભાઇ લક્ષ્મણભાઇ સોનારા (ઉ.વ. 45) સાંજે ગામના તળાવમાં ન્હવા પડેલ જ્યાં અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મોત નિપજતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
જૂનાગઢ ઝાંઝરડા રોડ કલ્પવન એપાર્ટમેન્ટ કાસુદેવ પાર્કલ ફુલ વાટીકામાં રહેતા પ્રફુલાબેન સંજયભાઇ કોરડીયા (ઉ.વ. 56)ને લાંબા સમયથી માનસિક બીમારી હોય જેનાથી કંટાળી જઇ ઘઉંનો ઝેરી પાવડર પી લેતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
દાઢના કેન્સરથી કંટાળી
ભેંસાણના ખંભાળીયા ખાતે રહેતા રમેશભાઇ કડવાભાઇ રામાણીને મોઢામાં દાઢનું કેન્સર હોય જેનાથી કંટાળી જઇ ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

