Morbi , તા.10
માળીયા મીયાણાના મોટાભેલા ગામે રહેતા વૃદ્ધે તેના દીકરાને કામ ધંધા બાબતે ઠપકો આપતા પિતા ઉપર કુહાડી વડે હુમલો કરી પિતાની હત્યા કરી હતી જે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ સોમાણી (85)એ તેના પુત્ર પ્રવીણ સોમાણીને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો હતો.
જે બાબતને લઈને પ્રવિણે તેના પિતા જીવણભાઇ સાથે બોલાચાલી કરી કુહાડી વડે હુમલો કરતા વધુ લોહી વહી જવાના લીધે જીવણભાઇનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો
આ બનાવ સંદર્ભે માળીયા પોલીસે મોટાભેલા ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીની ફરિયાદ લઈને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળા સામે હત્યાનો ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

