Mumbai,તા.02
કન્નડ એક્ટર યશે મુંબઈ નજીક અલીબાગમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અલીબાગમાં બોલિવુડમાંથી શાહરુખ ખાન સહિતના અનેક કલાકારોએ પ્રોપર્ટી ખરીદી વિશાળ ફાર્મ હાઉસ બનાવ્યાં છે. હવે યશ પણ તેમાં સામેલ થયો છે.
યશ અને તેની પત્ની રાધિકા પંડિતે ૫૨૮૯ ચોરસ મીટરનો પ્લોટ કિહિમ બીચ પાસે ખરીદ્યો છે. આ માટે તેમણે ૧.૪૪ કરોડ રુપિયા સ્ટેમ્પ ડયૂટી પેટે ચૂકવ્યા છે. યશ તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં બોલિવુડના અનેક કલાકારો સાથે કોલબરેશન કરી રહ્યો છે. બોલિવુડમાં તેના વધતા જતા રસ સાથે તેણે મુંબઈ નિયમિત આવવા તથા એક ઈન્વેસ્ટમેન્ટ તરીકે પણ આ પ્રોપર્ટી ખરીદી હોવાનું મનાય છે.

