Prabhas Patan, તા.20
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત લખનઉથી સ્પેશ્યલ ટ્રેન નીકળશે.1000 લોકો સોમનાથ મંદિરના ઈતિહાસની જાણકારી લેશે.ત્રણ દિવસ યાત્રિકો સોમનાથ મંદિર અને આસપાસ મંદિરની મુલાકાત લઈ ચોથા દિવસે રવાના થશે.
આક્રમણકારીઓએ પ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આક્રમણ કર્યું હતું તેને 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે અને આજે પણ આસ્થાનું પ્રતિક જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે લખનઉથી 1 હજાર શ્રદ્ધાળુઓ સોમનાથ આવવા માટે રવાના થશે અને તેઓ તા.21 ના રોજ વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચશે.
ત્યારબાદ ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર અને આપણી ધરોહર નિહાળી ધન્ય બનશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ આસપાસના મંદિરો તેમજ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે
જેના ભાગરૂપે આજરોજ ઉત્તરપ્રદેશના લખનઉથી 1000 યાત્રિકો સાથેની સ્પેશ્યલ ટ્રેન સોમનાથ આવવા રવાના થશે જે તા.21 ના રોજ વહેલી સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચશે.જ્યાંથી તમામ યાત્રિકો સોમનાથ જવા રવાના થશે.
ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની માહિતી મેળવશે.ઉપરાંત સાંસ્કૃતિક નિહાળશે. કાર્યક્રમો પણદિલ્હીથી પણ સ્પેશિયલ ટ્રેન નીકળશે
દિલ્હી થી પણ સ્પેશિયલ ટ્રેન નિકળશે
દિલ્હીથી પણ આગામી 30 એપ્રિલે સ્પેશ્યલ ટ્રેન સોમનાથ આવવા નીકળશે.ત્યારબાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મેં મહિનામાં અને હરિયાણાથી જૂન મહિનામાં ટ્રેન નીકળશે જે સોમનાથ મહાદેવના હજારો યાત્રિકોને દર્શન કરાવશે.

