Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    • Bhavnagar નજીક એમ્બ્યુલન્સમાંથી રૂા.9.58 લાખનો દારૂ ઝડપાયો
    • Gondal: ભોજરાજપરામાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગ્યુ : અંધારપટ છવાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ધો. 12 અને ગુજકેટનું પરિણામ જાહેર: સાયન્સનું 84.33% અને સા. પ્રવાહનું 92.71% રિઝલ્ટ
    ગુજરાત

    ધો. 12 અને ગુજકેટનું પરિણામ જાહેર: સાયન્સનું 84.33% અને સા. પ્રવાહનું 92.71% રિઝલ્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.04

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે.

    ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.71 % પરિણામ

    ધો. 12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 % આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 15,859 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 14,864 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9367 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02 % આવ્યું છે.આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત 35,231 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 33,505 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 20,638 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 % આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 7,889 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 7,415 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,459 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 % આવ્યું છે.ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલા હતા. તે પૈકી 1,18,256 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 નોંધાયા હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયા છે. આમ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.

    પરિણામ કેવી રીતે જોશો?

    •વિદ્યાર્થીઓ www.gseb.org પર જઈને પોતાનો 6 કે 7 આંકડાનો સીટ નંબર એન્ટર કરીને સ્કોરકાર્ડ જોઈ શકશે.

    •ઇન્ટરનેટની સમસ્યા હોય તો મોબાઈલ દ્વારા પણ પરિણામ મેળવી શકાશે.

    •વિજ્ઞાન પ્રવાહ માટે GJ12S [સીટ નંબર] ટાઈપ કરી 58888111 પર મોકલો.

    •સામાન્ય પ્રવાહ માટે  GJ12G [સીટ નંબર] ટાઈપ કરી 58888111 પર મોકલો.

    •વોટ્સએપ નંબર  6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકાશે

    વર્ષ 2026માં રાજ્યભરમાંથી અંદાજે 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ-12ની બોર્ડ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે,  પરિણામ જાહેર થયા બાદ એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ થશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવા અને છેતરપિંડી કરતી બિનસત્તાવાર લિંક્સથી સાવધ રહેવા સલાહ આપી છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad ઔડાના CEO દેસાઇનું એકાએક રાજીનામુ

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    રાષ્ટ્રીય

    Kailash Man Sarovar Yatra વિવાદ : નેપાળનો દાવો અસ્વીકાર્ય; વાટાઘાટો થશે

    May 4, 2026
    અન્ય રાજ્યો

    હાઇ-વે પર સોનુ વેરાયાની અફવાથી પડાપડી : `સોનેરી ટુકડા’ વિણવા લોકો ઉમટ્યા

    May 4, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં અભિનેતા વિજય `કીંગ’ : શાસક DMK છેક ત્રીજા સ્થાને ધકેલાયુ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026

    Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ

    May 4, 2026

    Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.