Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 10 inches જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ
    સુરત

    Suratના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 10 inches જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે.

    Surat,તા.૧૫

    ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી છે. ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે સુરતના ઉપરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે.  ઉમરપાડામાં બે કલાકમાં જ ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર  જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ઉમરપાડામાં ગઇકાલથી અત્યાર સુધીમાં ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે. તો મોહન, વીરા, કરજણ નદી નદી બે કાંઠે વહેતી થઇ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અનેક સ્થળોએ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઉમરપાડામાં જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. વાહનો પાણીમાં ડુબી ગયા છે.

    ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટ્યો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે.

    દરમિયાન નર્મદામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય છે. નમર્દાના લાછરસ ગામે ભારે વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગામમા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તંત્રની બેદરકારીના કારણે ગામમાં દર વર્ષે પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ગામના ઘરોમાં પણ પાણી ભરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી લોકોમાં આફતનો ડર ફેલાયો છે. નર્મદા જીલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

    નર્મદાના નાંદોદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ કારણે લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મળતી માહિતી મુજબ આ ગામમાં પાણી જવાનો રસ્તો ન હોવાથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે.વહેલી સવારથી નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

    નર્મદાના નાંદોદમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાની વચ્ચે ગામલોકોને પડતા પર પાટુ સમાન સ્થિતિ બની છે . લાછરસમાં હાલ કમર સુધીના પાણી ભરાયા છે તેને લઈને લોકો હેરાન છે આ દરમિયાન અહીં ૬ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે.છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ જામ્યો

    બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અલીપુરા,બીઓબી બેંક સહિતના વિસ્તારોમાં પાણી કેડ સમા પાણી ભરાઇ ગયા હતાં જેને કારણે વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતાં  અલીપુરા ઠેર ઠેર ગટરોના ગંદા પાણી ઉભરાયા ગયા હતાં જેથી રોગચાળાનો ભય ફેલાયો છે.ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગના સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે અમરાવતી નદી બે કાંઠે થઈ છે. ભરૂચમાં જિલ્લામાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

    નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો થયો છે. ભારે વરસાદને પગલે નેત્રંગ પોલીસ અને મામલતદાર કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે એલર્ટ થયા છે. મોરિયાના ગામની સીમમાં પાણી ભરાતા યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો

    અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સાબરકાંઠાના ઈડર, વડાલીમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

    બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અસહ્ય ગરમી બાદ ધાનેરામાં વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. વરસાદ આવતા બાજરી, મગફળીના પાકને જીવનદાન મળ્યું છે. ધાનેરા સહિત ગ્રામીણમાં વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સમયસર વરસાદની શરૂઆત થતા ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડયો છે ભારે વરસાદથી બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે. વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે. શાહીબાગ, એરપોર્ટ સર્કલ, વાડજ, નિર્ણયનગર. નવરંગપુરા, સાબરમતી, આશ્રમ રોડ, સેટેલાઈટ,  બોપલ, એસ જી હાઈવે, ગોતા ઈન્દિરા બ્રિજ, પાલડી, રાણીપ, લો ગાર્ડન, મણિપુર, વસ્ત્રાપુર, ખોખરા, નવા નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેમ દેખાઈ રહ્યું હતું હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ ૩૫ થી ૪૫ કિમીની રહેશે.  ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર થશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

     

    10 inches rain surat Umarpada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.