Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો
    સુરત

    Surat માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો

    Vikram RavalBy Vikram RavalDecember 20, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.20

    સુરત પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો છે. અગાઉ 63 કરોડ જેટલું નેગેટિવ પ્રીમિયમ આવતા ટેન્ડર દફતરે કરીને નવા મંગાવાયા હતા. હાલમાં આવાસ ખાલી થઈ ગયા છે અને ડિમોલીશન પણ ચાલું છે ત્યારે પાલિકા પર રી-ડેવલપમેન્ટ માટે પ્રેશર છે તેથી પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બહારનો રસ્તો બતાવ્યો છે, સ્થાયી સમિતિની બેઠકમાં માનદરવાજા ટેનામેન્ટ માટે દરખાસ્ત રજુ થઈ હતી, પરંતુ એજન્સીએ 191 કરોડનું નેગેટિવ પ્રિમિયમ ભરતા સ્થાયી સમિતિએ આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે. સુરત પાલિકા વિસ્તારમાં આવેલી માનદરવાજા એ,બી અને સી ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકોની રિ-ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017 થી સુરત મહાનગરપાલિકાએ ત્રણ વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. પાલિકાએ ત્રીજો પ્રયાસ કર્યો હતો તેમાં બે ટેન્ડર આવ્યા હતા. જેમાં રીડેવલપમેન્ટ માટે એક એજન્સીએ પાલિકા પાસે 132 કરોડ જ્યારે બીજી એજન્સીએ 192 કરોડની માગણી કરી હતી. જોકે, આવા પ્રોજેક્ટમાં પાલિકાને સામેથી ફાયદો થતો હોય છે પરંતુ નેગેટિવ પ્રિમિયમના કારણે રિવાઈઝ કરતા એજન્સીએ 132 કરોડથી ઘટાડીને 63 કરોડની ડિમાન્ડ કરતાં ફરીથી નેગેટિવ ટેન્ડર આવતાં આ ટેન્ડર દફતરે કરવામાં આવ્યા હતા. 

    આ પ્રોજેક્ટ નેગેટિવ પ્રિમિયમના કારણે ઘોંચમાં પડ્યો હતો. ત્યારબાદ પ્રોજેક્ટ માટે પોઝિટિવ પ્રીમિયમ આવે તે માટે થઈ રહેલા પ્રયાસ કરવામા આવ્યા હતા. દરમિયાન આવાસ જર્જરિત થતાં ખાલી કરાવી ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આવા કિસ્સામાં પોઝિટિવ પ્રીમિયમ આવે તે મુજબની ગણતરી થઈ રહી હતી. દરમિયાન આ પ્રોજેક્ટ માટે પાલિકા પર પ્રેશર વધી રહ્યું છે તેના કારણે હાલ જે ટેન્ડર આવ્યા છે તે પહેલાં કરતા ત્રણ ગણા વધારે એટલે કે 181 કરોડ નેગેટ પ્રિમિયમ આવ્યું છે. 

    આ કામ માટે ટેન્ડરમાં લોએસ્ટ આવનારી એજન્સી ડી.એચ.પટેલ, સુરત દ્વારા પાલિકાના તૈયાર કરાયેલ 192.29 કરોડના અંદાજિત ટેન્ડર સામે 199.01 કરોડની સંભવિત ખર્ચની ગણતરી સાથેની ઓફર રજૂ કરી હતી. એજન્સી દ્વારા 199.01 કરોડના સંભવિત ખર્ચïનો અંદાજ રજૂ કરાયો ઉપરાંત પ્રોજેક્ટ રિડેવલપ કર્યા બાદ અંદાજે 165.89 કરોડની ડેવલપમેન્ટ માટે જગ્યા ઉપલબ્ધ થઈ રહે છે. એટલું જ નહીં નેગેટિવ પ્રીમિયમ  અને વણવપરાયેલ ઍફઍસઆઈના 214.81 કરોડની રકમના ટીડીઆર મળી ઇજારદારને 380.70 કરોડની સંભવિત રકમ મળી શકે તેમ છે. એટલે કે ઍજન્સી દ્વારા જ રજૂ થયેલ 199.01 કરોડના ખર્ચના અંદાજની સાપેક્ષમાં ઍજન્સીને વાસ્તવિક ખર્ચ ઉપરાંત 181.69 કરોડ જેટલી વધારે રકમ મળવા જતી હતી.

    જોકે, ટેન્ડર ભરનારી એજન્સી દ્વારા પાલિકાને આર્થિક રીતે ચુનો લગાડવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો હતો. જેમાં કેટલાક રાજકારણીઓ પણ સામેલ થયાં હતા. જોકે, આજે સ્થાયી સમિતિએ હિંમત ભર્યો નિર્ણય કરીને ડી.એચ.પટેલની ઓફર નકારી કાઢી ટેન્ડર દફતરે કરવા સાથે નવેસરથી તાત્કાલિક ટૂંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે.

    નેગેટિવ ટેન્ડર હોય તો રાજ્ય સરકારની કમિટિ નિર્ણય કરે છે

    સુરત પાલિકાની સ્થાયી સમિતિએ આજે હિંમત ભર્યો નિર્ણય કરીને પાલિકાનું નાક દબાવી કરોડો રૂપિયા ઉસેટવાનો તખ્તો કરનાર એજન્સીને બહારનો રસ્તો બતાવી ટેન્ડર દફતરે કરી નવા ટેન્ડર બહાર પાડવા માટે સૂચના આપી છે. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, નેગેટિવ પ્રિમિયમ હોય તેવા કિસ્સામાં  ટેન્ડર મંજુર કરવાની સત્તા રાજ્ય સરકારની છે અને આ કમિટિની બેઠક માટે વધુ સમય લાગી શકે અને અસરગ્રસ્તોને રાહ જોવી પડે તેમ છે તેથી આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટેન્ડર મંગાવવાનો નિર્ણય કરાયો છે. 

    માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા ભાજપ શાસકો અને પાલિકા તંત્ર પર ભારે દબાણ છે. આવા સમયે પાલિકાનું નાક દબાવીને ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ) અને નેગેટિવ પ્રીમિયમ સહિત અંદાજે 241 કરોડનો બોજો સુરત પાલિકાને માથે આવે તેવી ઓફર ડી.એચ.પટેલ કંપની દ્વારા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ સરકારના નિર્ધારીત નિયમ મુજબ પણ અંતિમ નિર્ણય ટેન્ડર મંજૂરી બાબતે લઇ શકે તેમ નથી. રી-ડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ યોજના 2016ના નિયમો મુજબ જે પ્રોજેક્ટના કિસ્સામાં નેગેટિવ બીડિંગ હશે તેવા પ્રોજેક્ટોને રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ કમિટી સમક્ષ યોગ્ય નિર્ણય અર્થે દરખાસ્ત રજૂ કરવી પડે છે. જોકે, હાલની ઓફર છે તે પાલિકાના આર્થિક હિતમાં નથી તેથી નવેસરથી ટેન્ડર ઈશ્યુ કરવા માટે સુચના આપવામાં આવી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.