Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
    • Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર
    • બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે
    • Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી
    • 14 ઓગસ્ટનું પંચાંગ
    • 14 ઓગસ્ટનું રાશિફળ
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat શિક્ષણ સમિતિ હવે વર્ગખંડ છોડાવી શિક્ષકોને હવે તિરંગા યાત્રામાં દોડાવેશે
    સુરત

    Surat શિક્ષણ સમિતિ હવે વર્ગખંડ છોડાવી શિક્ષકોને હવે તિરંગા યાત્રામાં દોડાવેશે

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.13

    બાળકોના હાથમાં ચોપડી અને શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટર હોવા જોઈએ, પરંતુ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોના હાથમાં હવે પરિપત્રો આવી ગયા હોવાની સ્થિતિ છે. એક પછી એક સરકારી કામગીરી અને કાર્યક્રમોની જવાબદારીઓ વચ્ચે શિક્ષકોને આજે ફરી વર્ગખંડમાંથી બહાર કાઢી તિરંગા યાત્રામાં હાજરી આપવા ફરજિયાત સૂચના આપવામાં આવી છે.
    સમિતિના પરિપત્ર મુજબ તમામ સાથી શિક્ષકો, જ્ઞાનસહાયકો તેમજ શાળા દીઠ બે ઉપશિક્ષકોએ આજે સાંજે 5 વાગ્યે ડુમસ રોડના વાય જંકશન ખાતે હાજર રહી નોડલ પાસે હાજરી પુરાવવાની રહેશે. સુરતમાં આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હર-ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાનારી આ યાત્રા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને પણ જોડાવા પરિપત્ર મારફતે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આજે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું હોવા છતાં શિક્ષકોએ સાંજે 5 વાગ્યે ડુમસ રોડના વાય જંકશન ખાતે હાજર રહી નોડલ પાસે હાજરી પુરાવવાની રહેશે. તિરંગા યાત્રા સાંજે 6 વાગ્યે શરૂ થવાની છે ત્યારે તેના એક કલાક અગાઉ શિક્ષકોને સ્થળ પર બોલાવાતા આ ફરજિયાત હાજરી અંગે શિક્ષકો-વિદ્યાર્થી અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોને અગાઉ પણ BLOની કામગીરી, વસ્તી ગણતરી, સર્વે, ઓનલાઈન કામગીરી સહિતની વિવિધ બિન શૈક્ષણિક જવાબદારી સોંપાતી હોવાની ફરિયાદ રહી છે. એક કામગીરી પૂરી થાય તે પહેલાં બીજી કામગીરીનો પરિપત્ર આવી જતો હોવાના કારણે શિક્ષકોનો સમય વર્ગખંડની બહારની કામગીરીમાં વધુ વપરાઈ રહ્યો હોવાની નારાજગી છે. હવે તિરંગા યાત્રામાં પણ શિક્ષકોને ફરજિયાત જોડવામાં આવતા ‘પરિપત્ર રાજ’ અંગે ફરી સવાલ ઉભા થયા છે. સમિતિના પરિપત્રમાં સાથી શિક્ષકો અને જ્ઞાન સહાયક શિક્ષકો ઉપરાંત શાળા દીઠ બે ઉપશિક્ષકોને પણ ફરજિયાત હાજર રાખવા જણાવાયું છે.
    આમ, શાળાના શિક્ષકોને શૈક્ષણિક કામગીરી પૂર્ણ કર્યા બાદ ફરી એક સરકારી કાર્યક્રમ માટે નિર્ધારિત સ્થળે પહોંચવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં ભાગ લેવા સામે વાંધો નહીં હોય, પરંતુ હાજરી ફરજિયાત કરીને તેની નોંધ નોડલ પાસે કરાવવાની સૂચનાઓને કારણે શિક્ષકોમાં ચર્ચા શરૂ થઈ છે. શિક્ષકના મતે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું હોય તો શિક્ષકને વર્ગખંડમાં પૂરતો સમય આપવો જરૂરી છે. પરંતુ શિક્ષકોને વારંવાર સરકારી કામગીરી અને વિવિધ કાર્યક્રમોમાં જોડવામાં આવશે તો તેની સીધી કે આડકતરી અસર શૈક્ષણિક કાર્ય પર પડવાની શક્યતા છે.
    એક તરફ શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મુકાય છે, તો બીજી તરફ શિક્ષકોને સતત બિનશૈક્ષણિક કામગીરીમાં જોડવાની સ્થિતિ વિરોધાભાસી હોવાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ શિક્ષકોને સાંજે 5 વાગ્યે વાય જંકશન ખાતે હાજરી આપવાની સૂચનાથી હવે સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષકોનો સમય બાળકોના ભણતર માટે છે કે સરકારી કાર્યક્રમોમાં હાજરી ની સંખ્યા વધારવા માટે? તિરંગા યાત્રા રાષ્ટ્રભાવનાનો કાર્યક્રમ છે, પરંતુ તેની આડમાં શિક્ષકોની મૂળ શૈક્ષણિક જવાબદારી તો પાછળ નથી ધકેલાઈ રહીને તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય
    Next Article Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી

    August 13, 2026
    સુરત

    Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત

    August 13, 2026
    સુરત

    Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ

    August 13, 2026
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    August 13, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા

    August 12, 2026
    સુરત

    Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,620
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,960
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 00:40
    Categories
    Latest News

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    14 ઓગસ્ટનું પંચાંગ

    August 13, 2026

    14 ઓગસ્ટનું રાશિફળ

    August 13, 2026
    Search
    Main News

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.