New Delhi, તા.11
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન સૂર્યકુમાર યાદવની સંયમિત નેતૃત્વ ક્ષમતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. ગંભીરે જણાવ્યું કે, T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર તમામ માપદંડ પર ખરા ઉતરે છે.
હાલના વિશ્વકપમાં સૂર્યકુમાર જેવા આક્રમક બેટ્સમેનનું કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું ભારત માટે સૌભાગ્યની બાબત છે. તેમણે ઉમેર્યું કે સૂર્યકુમાર માત્ર મેદાન પર શું કરે છે કે બેટ્સમેન તરીકે કેટલો અસરકારક છે એટલા માટે જ સારો કેપ્ટન નથી, પરંતુ તે ખેલાડીઓ માટે એક ઉત્તમ નેતૃત્વદાન આપનાર વ્યક્તિ પણ છે.
ગંભીરે વધુમાં કહ્યું કે કોચ તરીકે મનમાં અનેક બાબતો ચાલી રહી હોય છે, પરંતુ જ્યારે ખબર હોય કે કેપ્ટન તરીકે સૂર્યકુમાર ટીમમાં શાંત અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખશે, જે દરેક કોચનું સપનું હોય છે,ત્યારે ઘણી બાબતો આપોઆપ સરળ બની જાય છે.

