Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી
    • Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો
    • Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ
    • મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી
    • ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    • Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    • જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    • Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026Updated:September 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૮ મહિનામાં ૯,૮૯૯ કોલ, માત્ર ૧૦-૧૧ મિનિટમાં પહોંચે છે PCR વાન

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૫ઃ

    અમરેલી જિલ્લામાં નાગરિકોની તાત્કાલિક મદદ માટે ૧૧૨ ઈમરજન્સી સેવા ૨૪ કલાક કાર્યરત છે. ૧૧૨ સેવા માત્ર પોલીસની મદદ પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી વિવિધ ઈમરજન્સી સેવાઓનો લાભ પણ નાગરિકો લઈ શકે છે. અમરેલી જિલ્લામાં ૧૧૨ની અંદાજે ૩૨ ઈમરજન્સી વાન અલગ-અલગ પોઇન્ટ પર કાર્યરત છે.

    આ સેવાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. અકસ્માત, જાહેર સ્થળે મારામારી, ઝઘડો અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય ત્યારે ઘટના સ્થળે હાજર વ્યક્તિ પણ ૧૧૨ પર કોલ કરીને જાણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે, માત્ર માહિતી આપનાર વ્યક્તિને પોલીસ દ્વારા ફરિયાદી તરીકે ગણવામાં આવતી નથી. સામાન્ય રીતે માત્ર કોલ કરનાર હોવાના કારણે તેનું નિવેદન લેવામાં આવતું નથી કે, તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો નથી.

    અમરેલી જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવામાં દરરોજ ૪૦થી વધુ કોલ આવતાં હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. ગત ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં કુલ ૧,૨૨૯ કોલ પ્રાપ્ત થયા હતા. જ્યારે જાન્યુઆરીથી ઓગસ્ટ-૨૬ સુધીના આઠ મહિનામાં કુલ ૯,૮૯૯ કોલ ૧૧૨ ઈમરજન્સી સેવાને મળ્યા હતા. આ કોલમાં સૌથી વધુ સામાન્ય ઝઘડા અને મારામારીના બનાવો તેમજ પ્રોહિબિશન સંબંધિત કેસો જોવા મળ્યા છે.

    જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, ૧૧૨ ઈમરજન્સી સેવાનો લાભ કોઈપણ નાગરિક લઈ શકે છે. અમરેલી જિલ્લામાં ૧૧૨ની ૩૨ જેટલી વાન ૨૪ કલાક કાર્યરત રહે છે અને અલગ-અલગ સ્થળોએ પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં નાગરિકોને ઝડપથી મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

    ૧૧૨ પર કોલ કર્યા બાદ કોલ સેન્ટર તરફથી મળેલી માહિતીના આધારે નજીકની ઙઈછ ઈમરજન્સી વાનને જાણ કરવામાં આવે છે. કોલ કરનાર વ્યક્તિનું ૠઙજ લોકેશન પણ સિસ્ટમ દ્વારા મેળવવામાં આવે છે. સામાન્ય રીતે કોલ કર્યા બાદ આશરે એક મિનિટમાં ૧૧૨ ઙઈછ વાન તરફથી કોલ કરનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિ કઈ જગ્યાએ છે તેની પુષ્ટિ કરવામાં આવે છે અને જરૂર પડે તો ચોક્કસ સ્થળની માહિતી પણ લેવામાં આવે છે.

    ત્યાર બાદ શક્ય તેટલા ઓછા સમયમાં, સામાન્ય રીતે ૧૦થી ૧૧ મિનિટમાં ૧૧૨ ઙઈછ વાન ઘટના સ્થળે પહોંચે છે. ઘટનાની ગંભીરતા અને પરિસ્થિતિ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જો જાહેર સ્થળે મારામારી કે અન્ય બનાવ બન્યો હોય તો બંને પક્ષના લોકોને નજીકના પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ પોલીસને સોંપવામાં આવી શકે છે. પરંતુ માત્ર ઘટના અંગે ૧૧૨ને જાણ કરનાર વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજિયાત પ્રક્રિયા નથી. આ રીતે ૧૧૨ સેવા માત્ર પોલીસને બોલાવવાનો નંબર નહીં, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોને ઝડપી મદદ પહોંચાડતી ઈમરજન્સી વ્યવસ્થા છે. કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે પોતે જોખમ લીધા વિના ૧૧૨ પર જાણ કરવી નાગરિકની જવાબદારીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    Next Article Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

    October 30, 2026
    અમરેલી

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026
    અમરેલી

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    અમરેલી

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    October 27, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ, વાહન ચાલકોમાં ભારે રોષ!

    October 21, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 20:57
    Categories
    Latest News

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026
    Search
    Main News

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    October 31, 2026

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.