(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
Jamnagarમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરિણામે પશુપાલકો માં ફફડાટ વ્યાપ્યો છે. આજે સવારે જામનગરના રણજીત સાગર માર્ગ, જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર ઉપર ગાંઠો જોવા મળી હતી, જે લમ્પી રોગ ના લક્ષણો છે. ખાસ કરી ને મચ્છર, માખી, ઈતરડી, બગાઈ જેવા જીવજંતુઓ કરડવા થી અથવા દૂષિત ખોરાક, પાણી મારફત ગાયમાં આ રોગ ફેલાય છે. આ રોગ માં ગાય ને ખૂબ જ તાવ આવે છે, દૂધ ઉત્દાક્તા ઘટી જાય છે, શરીર ઉપર ગાંઠો, પગમાં સોજા, આંખ-નાક માંથી સતત પ્રવાહી ટપકવું વગેરે લક્ષણો જોવા મળે છે. જો આ ગાયો ને ખરેખર લમ્પી રોગ લાગુ પડ્યો હોય તો તાત્કાલિક સારવાર કરવી જોઈએ જેની સત્વરે પશુચિકિત્સકો પગલા લેવા માંગ ઊઠવા પામી છે.

