Jamnagarમાં સવા બે વર્ષ પહેલા ગુમ થયેલ યુવાન ને સાયનાઈડ મિશ્રિત દારૂ પીવડાવી હત્યા કરી મૃતદેહ ફેક્ટરીમાં દાટી પુરાવાનો નાશ કર્યાનો આરોપ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
જામનગર માં સવા બે વર્ષ પહેલાં ગુમ થયેલા યુવાનની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ત્રણેય આરોપીઓ ને ન્યાયિક કસ્ટડી માં મોકલી આપતાં તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.આ કેસ માં મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન , તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા તેમજ અન્ય એક સાગરીત બાલવીર દેવીરામ વર્મા સામે યુવાન ની પૂર્વયોજિત રીતે હત્યા કરવાનો આરોપ છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ જીગ્નેશ માવદીયા નામના યુવાન ને દારૂ માં સાયનાઈડ ભેળવી પીવડાવ્યું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને એક ફેક્ટરી ના પરિસર માં દાટી દેવામાં આવ્યો હતો અને ગુના ના પુરાવા નો નાશ કરવા નો પ્રયાસ કરવા માં આવ્યો હતો.આ સમગ્ર બનાવ નો ભેદ બહાર આવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન મહત્વની પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અદાલતે તેને જેલ માં મોકલી આપવા હુકમ કર્યો છે.

