(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૧
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી તથા એક યુવકે ગળાફાસો ખાઈ લેતા ત્રણેયના મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
પ્રથમ બનાવમાં રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતા મહેશભાઇ જેરામભાઇ ગુજરીયા નામના ૨૭ વર્ષીય યુવકે કોઈ અગમય કારણોસર ગત તા.૯ ના રોજ આશરે ૨ વાગ્યાથી વહેલી સવારના ૭ વાગ્યાની પહેલા કોઇપણ સમયે પોતાના રહેણાક મકાને દુપટ્ટા વડે ગળાફાંસો ખાવાના કારણે તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા રવજીભાઇ લખમણભાઇ દેવેરા નામના ૪૦ વર્ષીય યુવકે અસ્થિર મગજની બિમારીના કારણે ગત તા.૭ ના રોજ ૨/૩૦ વાગ્યા પછીના કોઇપણ સમયે, પોતે પોતાની મેળે જામકા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી કુવામા પડી જતા કુવાના પાણીમા પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે રહેતા વિનુભાઈ મનુભાઈ વાળા નામના ૪૦ વર્ષીય યુવક ગત તા.૯ ના સવારના આશરે સાડા અગીયારેક વાગ્યે ઝાંઝરડા ગામે રાજુભાઇ સરવૈયાના ઘરની સામે આવેલ તળાવમાં હાથ પગ ધોતા હતા તે દરમ્યાન પગ લપસતા તે તળાવના પાણીમાં પડી જતા ડુબી જવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

