૬.૫૩ લાખ યુઝર્સનો ડેટા પોલીસના હાથ લાગ્યા,રાજસ્થાનથી લઈને મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક અને હરિયાણા સુધી સાયબર ફ્રોડનું નેટવર્ક
ગુજરાતમાં સૌથી વધુ ૧.૫૨ લાખ યુઝર્સ મળ્યા, રૂ.૧૨૧૧ કરોડનું બેલેન્સ ફ્રીઝ કરાયું હોવાનો ખુલાસો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૩ઃ
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં હાહાકાર મચાવનાર જઉ ઙફુ અને અઙગઅ ઙફુ એપ્લિકેશન આધારિત સાયબર ફ્રોડના કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે. ત્યારે આ બનાવમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા ડીવાયએસપી જયવીર ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી સાથે સંકળાયેલા આ સમગ્ર પ્રકરણમાં અમરેલી પોલીસે અત્યાર સુધીમાં આશરે ૧૫ લાખ યુઝર્સનું એનાલિસિસ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૬ લાખ ૫૩ હજાર યુઝર્સનો ડેટા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો હોવાનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા ડીવાયએસપી જયવીર ગઢવીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન સામે આવેલા ડેટા મુજબ જઉ ઙફુ અને અઙગઅ ઙફુ સાથે જોડાયેલા યુઝર્સ દેશના વિવિધ રાજ્યોમાં હોવાનું સામે આવ્યું છે. તેમાં ગુજરાતમાં સૌથી વધુ ૧ લાખ ૫૨ હજાર જેટલા યુઝર્સ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણા સહિતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યુઝર્સનો ડેટા પોલીસને મળ્યો હોવાનું જણાવાયું છે. સાયબર પોલીસની તપાસમાં આ એપ્લિકેશન સાથે જોડાયેલા યુઝર્સના નાણાકીય વ્યવહારો અને બેલેન્સ અંગે પણ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. યુઝર્સ મારફતે આશરે રૂ.૧૨૧૧ કરોડનું બેલેન્સ જમા થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ રકમને ફ્રીઝ કરવામાં આવી હોવાનું પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા ડીવાયએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું.
કરોડોના આ સાયબર છેતરપિંડી કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસે અત્યાર સુધીમાં ૯ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ તેમજ તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો અને નાણાકીય વ્યવહારો અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે અત્યાર સુધીમાં ૧૫ લાખ જેટલા યુઝર્સના ડેટાનું એનાલિસિસ હાથ ધર્યું છે, જ્યારે ૬.૫૩ લાખ યુઝર્સનો ડેટા મેળવી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે હજુ અન્ય યુઝર્સનો ડેટા મેળવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જેના પગલે આગામી દિવસોમાં આ સાયબર ફ્રોડના નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
SD Pay અને APNA Pay એપ્લિકેશન મારફતે થયેલા આ કરોડોના કથિત સાયબર ફ્રોડમાં અમરેલી સાયબર પોલીસની તપાસ હાલ મહત્વના તબક્કે પહોંચી છે. ડીવાયએસપી જયવીર ગઢવીએ મીડિયાને સમગ્ર તપાસની વિગતો આપતાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા મળેલા ડેટા અને નાણાકીય વ્યવહારોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

