Spain, તા.૨૮
Spainના ટોલેડો પ્રાંત પાસે બુધવારે સવારે બે હાઈ સ્પીડ ટ્રેનો પરસ્પર અથડાતા ૪૬ લોકોના જીવ ગયા છે. સ્પેનના અધિકારીઓએ પુષ્ટિ કરતા જણાવ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૪૬ લોકોના જીવ ગયા છે. ઘાયલોની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ અનેક મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
Spainની રેલ વ્યવસ્થાને મેનેજ કરતી કંપની છડ્ઢૈંહ્લએ જણાવ્યું કે આ ઘટના બુધવારે સવારે ટોલેડો પ્રાંતમાં ઘટી. અકસ્માત બાદ તરત મેન્ડ્રિડ, સ્યુદાદ રિયલ અને અંડાલૂસિયા વચ્ચે દોડતી ટ્રેન સેવાને સંપૂર્ણ રીતે રોકવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ પૂરી થાય અને પાટા સુરક્ષિત ન જણાય ત્યાં સુધી આ રૂટ્સ પર કોઈ ટ્રેન નહીં દોડે. સરકારી બ્રોડકાસ્ટર ્ફઈ ના રિપોર્ટ મુજબ બંને ટ્રેનો એક જ દિશામાં દોડતી હતી. એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગમાં અથડાઈ. અથડામણ એટલી તે જોરદાર હતી કે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની જગ્યાએ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઉર્દાના મેયર મેન્યુઅલ ગેલને ્ફઈને જણાવ્યું કે અનેક મુસાફરો ઘાયલ છે. સિવિલ પ્રોટેક્શન અધિકારીઓએ તેમના ટાઉન હોલ સાથે સંપર્ક કરીને મુસાફરોની સારવાર માટે એક સ્પોર્ટ્સ પેવેલિયન તૈયાર કરવાનું જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા અને જરૂર પડ્યે હોસ્પિટલ મોકલવાની તૈયારીમાં લાગ્યું છે.
અત્રે જણાવાનું કે સ્પેનના હાઈ સ્પીડ રેલવે નેટવર્ક માટે આ દુર્ઘટના એક મોટો ઝટકો મનાઈ રહ્યો છે. અગાઉ પણ આવો જ એક અકસ્માત જાન્યુઆરીમાં દક્ષિણી સ્પેનમાં થયો હતો. તે સમયે ગાડી પાટા પરથી ઉતરી ગઈ અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી જેમાં ૪૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત ૨૦૧૩ના અકસ્માત બાદ સ્પેનનો સૌથી જીવલેણ અકસ્માત હતો. ૨૦૧૩માં થયેલા ટ્રેન અકસ્માતમાં ૮૦ લોકોના જીવ ગયા હતા.

