Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત

    May 2, 2026

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત
    • 15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા
    • Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી
    • KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે
    • Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’
    • IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ
    • પ્લે ઓફ ની રેસમાં ટકી રહેવા આજે Mumbai and Chennai વચ્ચે ’કરો યા મરો’નો જંગ
    • America માં વધુ એક વિમાન દુર્ઘટના : પાંચ ખેલાડીના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Virat Kohli નું બેટ આ વર્ષે ન ચાલ્યું, તેણે તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી
    ખેલ જગત

    Virat Kohli નું બેટ આ વર્ષે ન ચાલ્યું, તેણે તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૩૧

    ભારતીય ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીનું બેટ આ વર્ષે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું ન હતું અને તેણે ૨૦૨૪માં તમામ ફોર્મેટમાં માત્ર એક જ સદી ફટકારી હતી. કોહલી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ સફળ રહ્યો નથી અને પર્થ ટેસ્ટની બીજી ઇનિંગને બાદ કરતાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.

    કોહલીની સતત નિષ્ફળતાના કારણે ભારતીય ટીમનો આ પૂર્વ કેપ્ટન ટી૨૦ ઈન્ટરનેશનલ બાદ ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે કે કેમ તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. જો કે, ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને લાંબા સમયથી કોહલી સાથે કામ કરનાર રવિ શાસ્ત્રીનું માનવું છે કે કોહલી વધુ ત્રણ-ચાર વર્ષ રમી શકે છે. શાસ્ત્રીને એ વાતની પણ ચિંતા નથી કે કોહલી કેવી રીતે આઉટ થઈ રહ્યો છે.

    કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી સાથે કરી હતી. કોહલીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો રહ્યો છે, તેથી બધાને તેની પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. પર્થ ટેસ્ટમાં તેની સદી સાથે, કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બન્યો અને તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. કોહલી આ પછી ગતિ જાળવી શક્યો ન હતો અને આગામી ત્રણ મેચમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. પર્થ ટેસ્ટમાં સદી હોવા છતાં કોહલીના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે અને અત્યાર સુધી તેણે શ્રેણીમાં ૫, ૧૦૦ અણનમ, ૭, ૧૧, ૩, ૩૬ અને ૫ રનની ઇનિંગ્સ રમી છે.

    ત્રણેય ફોર્મેટમાં કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ૨૦૨૪માં કુલ ૩૨ ઇનિંગ્સ રમી અને ૨૧.૮૩ની એવરેજથી ૬૫૫ રન બનાવ્યા. આ દરમિયાન કોહલીના બેટમાંથી એક સદી અને બે અડધી સદી આવી હતી. કોહલીએ આ વર્ષે કુલ ૧૦ ટેસ્ટ મેચ રમી અને ૧૯ ઇનિંગ્સમાં ૨૪.૫૨ની એવરેજથી ૪૧૭ રન બનાવ્યા. આ વર્ષે, તેણે ટેસ્ટમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી અને તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર અણનમ ૧૦૦ રન હતો.

    કોહલીએ આ વર્ષે માત્ર ત્રણ વનડે મેચ રમી હતી, પરંતુ આ ફોર્મેટમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. કોહલીએ ત્રણ મેચમાં ૧૯.૩૩ની એવરેજથી કુલ ૫૮ રન બનાવ્યા. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ છગ્ગો નહોતો આવ્યો, જ્યારે તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં અડધી સદી ફટકારી હતી અને ટીમની જીતમાં ભૂમિકા ભજવી હતી. એકંદરે, કોહલીએ ૨૦૨૪માં કુલ ૧૦ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને ૧૮ની સરેરાશથી કુલ ૧૮૦ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેનો સ્ટ્રાઈક રેટ ૧૧૯.૨૦ રહ્યો છે, જ્યારે તે માત્ર એક જ વાર ૫૦  સ્કોર કરી શક્યો હતો.

    Virat Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026
    ખેલ જગત

    Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’

    May 2, 2026
    ખેલ જગત

    IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ

    May 2, 2026
    ખેલ જગત

    પ્લે ઓફ ની રેસમાં ટકી રહેવા આજે Mumbai and Chennai વચ્ચે ’કરો યા મરો’નો જંગ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત

    May 2, 2026

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026

    Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’

    May 2, 2026

    IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Purna માં 3 મિત્રો સેલ્ફી લેતા હતા તે દરમિયાન ડેમમાં ડૂબી જતા મોત

    May 2, 2026

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.