Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ

    July 14, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત થયું અને આઠ અન્ય ઘાયલ થયા

    July 14, 2026

    Manavadar: પર્યાવરણ બચાવવા ’કિસાન મિત્ર ક્લબ’ની અનોખી પહેલ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ
    • Iran હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત થયું અને આઠ અન્ય ઘાયલ થયા
    • Manavadar: પર્યાવરણ બચાવવા ’કિસાન મિત્ર ક્લબ’ની અનોખી પહેલ
    • Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત
    • Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
    • Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ
    • Rajkot: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન
    • Nepal માં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘બેલ બોટમ’માં તો માત્ર મારા ભારે શરીરના કારણે જ મારું કાસ્ટિંગ થયું હતું : Anjali Anand
    મનોરંજન

    ‘બેલ બોટમ’માં તો માત્ર મારા ભારે શરીરના કારણે જ મારું કાસ્ટિંગ થયું હતું : Anjali Anand

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી

    Mumbai, તા.૧૪

    અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જોવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે ફિલ્મમાં પોતાનાં પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું ‘બેલ બોટમ’માં માત્ર એટલાં માટે હતી કે એક આતંકવાદી મારા પર પડી જાય અને પકડાઈ જાય.”તેણે ઉમેર્યું કે આવા પાત્રો માત્ર તેનાં વજનને કારણે ઓફર કરવામાં આવે છે. “લોકો એ પણ નથી જોતાં કે હું સારી એક્ટર છું કે નહીં. તેઓ માત્ર મારા શરીરને આધારે નિર્ણય લઈ લે છે. તેમના મતે હું સુંદરતાનાં માપદંડમાં ફિટ નથી થતી. પરંતુ આવા લોકો માટે તો દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન પણ પૂરતાં સારાં નથી. આવા લોકો માત્ર અભિપ્રાય આપવા ખાતર જ અભિપ્રાય આપે છે. તેમની વાતોથી તમારી વાસ્તવિકતા બદલાતી નથી.”  ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં અંજલીનાં પાત્રે બૉડી શેમિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ અંગે તેણે કહ્યું, “પહેલાં ફિલ્મોમાં જાડી યુવતી માત્ર ખાવા માટે અથવા કોમેડી માટે જ દેખાડવામાં આવતી હતી. કોઈ તેના પર પડી જાય, તે બર્ગર ખાતી હોય અથવા મજાકનું પાત્ર બને – બસ એટલું જ. પહેલીવાર લોકો એક પ્લસ-સાઇઝ યુવતીને પોતાનો અવાજ ઉઠાવતા જોઈ રહ્યાં હતાં.”તેણે જણાવ્યું કે આ પાત્રને કારણે ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ પાત્રો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો, પરંતુ તેની સાથે જ તે એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ પણ ગઈ. “મેં ‘ડબ્બા કાર્ટલ’ અને ‘રાત જવાન હૈ’ જેવા પ્રોજેક્ટ દ્વારા આ છબી બદલવાનો પ્રયાસ કર્યો.”અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. આ અંગે તેણે કહ્યું, “લોકો મને પુછે છે કે જ્યારે તમે બૉડી શેમિંગ સામે બોલો છો, તો પછી આવી ફિલ્મ કેમ કરો છો? પરંતુ હકીકત એ છે કે સમાજ આજે પણ બદલાયો નથી. મેં મારી ક્ષમતા સાબિત કરી હોવા છતાં લોકો આજે પણ સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરે છે.”તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેને ‘કિસ ભૈંસ કો લે લિયે’, ‘રીતેશના શું દિવસ આવી ગયા કે આ હીરોઇન સાથે કામ કરવું પડ્યું’, ‘ઇન્ડસ્ટ્રીમાં હીરોઇનો ખૂટી ગઈ છે શું?’ જેવી અપમાનજનક ટીકાનો સામનો કરવો પડે છે. અંજલીએ અંતમાં કહ્યું, “જ્યાં સુધી સમાજ બદલાશે નહીં, ત્યાં સુધી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ નહીં બદલાય.”

    Anjali Anand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    “હર્ષદ સાથે ન જોવું જોઈએ,” Shilpa Shindeએ ફરમાવ્યું, Shivangi Joshi રડી પડ્યા, અભિનેતા પણ આંસુ વહાવી ગયા

    July 14, 2026
    મનોરંજન

    હેમા માલિની ઇચ્છે છે કે દીપિકા પાદુકોણ તેમની “ડ્રીમ ગર્લ” બને, ખુલ્લેઆમ તેના વખાણ કરે છે

    July 14, 2026
    મનોરંજન

    Govinda ૭ વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે, ’રૂપા’ સાથે એક નવો અધ્યાય શરૂ કરશે

    July 14, 2026
    મનોરંજન

    Pawan Singh, Nirhua and Tej Pratap Yadav “ભોજપુરી બાવલ” માં જોવા મળશે

    July 14, 2026
    મનોરંજન

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026
    મનોરંજન

    ફેન સાથેના વર્તનને લઈને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્નસિંહા ની સોશિયલ મીડિયા પર થઈ ભારે ટીકા

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ

    July 14, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત થયું અને આઠ અન્ય ઘાયલ થયા

    July 14, 2026

    Manavadar: પર્યાવરણ બચાવવા ’કિસાન મિત્ર ક્લબ’ની અનોખી પહેલ

    July 14, 2026

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત

    July 14, 2026

    Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

    July 14, 2026

    Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ

    July 14, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત થયું અને આઠ અન્ય ઘાયલ થયા

    July 14, 2026

    Manavadar: પર્યાવરણ બચાવવા ’કિસાન મિત્ર ક્લબ’ની અનોખી પહેલ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.