Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે
    • Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    • Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    • દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    • “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi
    • અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath
    • Tejashwi Yadav દશરથ માંઝીને બદલે જીતન રામ માંઝીને શ્રદ્ધાંજલિ આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: હથિયારબંધી ૩૫ પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, ૧૪ વિસ્તારો બાકાત
    અમદાવાદ

    Ahmedabad: હથિયારબંધી ૩૫ પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, ૧૪ વિસ્તારો બાકાત

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૮

    અમદાવાદ શહેરમાં તલવાર, છરી, ચપ્પા, ધારિયા સહિતના હથિયારો પર પ્રતિબંધને લઈને પોલીસ કમિશનરનું નવું જાહેરનામું ચર્ચામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ૧૮ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

    જાહેરનામા મુજબ હથિયારો સાથે રાખવા ઉપરાંત પથ્થરો કે અન્ય વસ્તુઓ એકઠી કરવા, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા, ચોક્કસ પ્રકારના પ્રદર્શન કે પ્રવૃત્તિઓ સહિતની કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો નથી. ૩૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામાનો અમલ થશે, જ્યારે ૧૪ પોલીસ સ્ટેશન વિસ્તારોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

    પોલીસના જાહેરનામા મુજબ નીચેના ૧૪ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી, વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, ગુજરાત યુનિવર્સિટી, વાસણા, નવરંગપુરા, એલિસબ્રિજ, સેટેલાઈટ એરપોર્ટ, ખોખરા, મણિનગર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ આ યાદીમાં શહેરના પશ્ચિમ વિસ્તારના વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ, પાલડી અને વાસણા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. સિંધુભવન રોડ અને જજીસ બંગ્લોઝ રોડ જેવા મહત્વના વિસ્તારો આ જ વિસ્તારમાં આવે છે.

    પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામામાં જણાવ્યું છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આરોપીઓ દ્વારા તલવાર, છરી, ચપ્પુ, ગુપ્તી, લોખંડની પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને હુમલા થવાની શક્યતા રહે છે. આવા હથિયારોનો ઉપયોગ ખૂન, ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓમાં થઈ શકે છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગથી શરીર સંબંધિત ગંભીર ગુનાઓ બનતા હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    જાહેરનામા હેઠળ નિયત કરાયેલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. તેમાં તલવાર, ભાલા, ખંજર, ચપ્પુ સહિતના શસ્ત્રો સાથે રાખવા અને જાહેરમાં લઈ જવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અઢી ઈંચથી વધુ લાંબું અને છેડેથી અણીવાળું પાનું ધરાવતા ચોક્કસ પ્રકારના ચપ્પા તેમજ શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી અન્ય વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ  છે. આ ઉપરાંત પરવાનાવાળા હથિયારોને પણ જાહેર સ્થળે લઈ જવા, હવામાં ફાયરિંગ કરવા તથા સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ અથવા લોકોના સમૂહમાં લઈ જવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

    જાહેરનામા મુજબ પથ્થરો, અન્ય શસ્ત્રો અથવા ફેંકવા માટેના યંત્રો-સાધનો લઈ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પણ પ્રતિબંધ છે. આ સિવાય સળગતી કે પેટાવેલી મશાલ સાથે સરઘસ કાઢવા જેવી પ્રવૃત્તિઓને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

    જાહેરનામામાં એવી પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેમાં ભાષણ, ચાળા, નકલ, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબર અથવા અન્ય સામગ્રીના માધ્યમથી સુરૂચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય, રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા રાજ્યમાં અશાંતિ સર્જાવાની શક્યતા હોય. વ્યક્તિ, શબ, આકૃતિ અથવા પૂતળાંને ચોક્કસ રીતે પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    જાહેરનામામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારને પણ બાકાત રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર શહેરના મોટા શૈક્ષણિક વિસ્તારોમાંનો એક છે. અહીં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સમયાંતરે વિરોધ પ્રદર્શન થતા રહે છે અને કેટલાક પ્રસંગોએ સંગઠનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં હથિયારબંધી લાગુ ન કરવાના નિર્ણય અંગે પણ સવાલો ઉઠી શકે છે.

    આ નિર્ણયની સરખામણી અગાઉના પોલીસ કમિશનરોના હથિયારબંધીના જાહેરનામા સાથે પણ થઈ રહી છે. અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરની હદ હેઠળ આવતા સમગ્ર વિસ્તારને આવરી લેતા જાહેરનામા બહાર પાડવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તેની સરખામણીમાં હાલના જાહેરનામામાં માત્ર ૩૫ પોલીસ સ્ટેશન વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે અને ૧૪ વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે. જેના કારણે હથિયારબંધીના અમલની હદને લઈને ચર્ચા શરૂ થઈ છે.સરકારી નોકરી અથવા ફરજ પર રહેલા અને ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવાની જરૂરિયાત ધરાવતા કર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓ દ્વારા હથિયાર સાથે રાખવાની ફરજ સોંપવામાં આવી હોય તેવા વ્યક્તિઓને જાહેરનામાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleલોધિકા સહકારી ચૂંટણીમાં Jayesh Radadiya સામે Prashant Korat ની પ્રતિષ્ઠાની કસોટી!
    Next Article Gir Somnath: ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat High Court નો અનોખો ચુકાદોઃ ૧૬૯૦ વૃક્ષો કાપવાના કેસમાં બે આરોપીઓને ૧૭૦૦ વૃક્ષો વાવવાની શરતે જામીન

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડા મોકલવાના બહાને યુવક સાથે 6 લાખની છેતરપિંડી

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં શોરૂમમાંથી 2 લાખની સોનાની ઘડિયાળ ચોરનાર ઉત્તર પ્રદેશનો યુવક ઝડપાયો

    August 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    August 18, 2026
    અમદાવાદ

    બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા,Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:21
    Categories
    Latest News

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026

    “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi

    August 18, 2026
    Search
    Main News

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026

    કેન્દ્રીય મંત્રી JP Nadda એમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી ,તેમની સ્થિતિ સ્થિર

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.