Mumbai,તા.08
છેલ્લા દિવસોમાં એક્ટર રાજપાલ યાદવ ચેક બાઉન્સ અને લોન મામલે ખૂબ ચર્ચામાં રહ્યો. તેને જેલમાં પણ જવું પડ્યું હતું. હવે તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં તેમના લોન ચૂકવણીના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજપાલની ક્લિપ ખૂબ વાઈરલ થઈ છે. હવે તેના પર સલમાન ખાને ટ્વિટ કર્યું છે. સલમાને રાજપાલની પ્રશંસા કરી અને લખ્યું કે તમને ખૂબ કામ મળશે. સલમાને તેને સલાહ પણ આપી કે, ‘પૈસા આપવાના જ છે તે મગજમાં રાખો અને દિલથી કામ કરો.’
સલમાન ખાને ટ્વfટ કર્યું છે કે, ‘રાજપાલ ભાઈ તમે 30 વર્ષથી કામ કરી રહ્યા છો અને અમે બધાએ તમને વારંવાર રિપીટ કર્યા છે કારણ કે તમે તમારું કામ જાણો છો અને એક વેલ્યૂ લાવો છો. તમને ખૂબ કામ મળશે, આ જ ડૉલર રેટ પર મળશે અને મળતું રહેશે. આ હકીકત છે. એ યાદ રાખજો કે, ક્યારેક-ક્યારેક ફ્લોમાં કંઈક નીકળી આવે છે, પૈસા આપવાના જ છે તો મગજમાં રાખો અને દિલથી કામ કરો. ડોલર ઉપર હોય કે નીચે શું ફરક પડે, આપવાના તો ઈન્ડિયામાં જ છે.’
તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન યોજાયું હતું. આ ઈવેન્ટ વચ્ચે ઓઈલ ક્રાઈસિસ અને યુદ્ધનો મુદ્દો છેડાયો. આ અંગે રાજપાલ યાદવે કહ્યું કે, ‘વિશ્વમાં ઘણું બધુ થઈ રહ્યું છે. આટલા યુદ્ધ ચાલી રહ્યા છે. હું રૂપિયા-ડોલરના ઉતાર-ચઢાવ કેવી રીતે સમજાવું. શું થઈ રહ્યું છે એ સમજાઈ નથી રહ્યું. હું માત્ર શાંતિ ઈચ્છું છું.’
આ દરમિયાન એક વરિષ્ઠ પત્રકારે અભિનેતા રાજપાલ યાદવ પર વ્યંગાત્મક ટિપ્પણી કરી. તેમણે રાજપાલ સાથે જોડાયેલા લગભગ 9 કરોડના કાનૂની મામલાનો ઉલ્લેખ કર્યો, જે સાંભળીને હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં પત્રકાર કહે છે કે, ચલણમાં કેટલો પણ ફેરફાર થાય, પરંતુ બાકી રકમ તો ચૂકવવી જ પડશે. આ ટિપ્પણી બાદ રાજપાલ થોડા સમય માટે ચોંકી ગયા હતા કારણ કે જાહેર મંચ પર આવા વ્યક્તિગત અને કાનૂની મુદ્દાનો ઉલ્લેખ કરવો યોગ્ય મનાતો નથી. આમ છતાં કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકો આ ક્ષણને મજાક તરીકે માણતા જોવા મળ્યા અને હાસ્ય સાથે તાળીઓ પણ વાગી. પરંતુ આ વાત પર ભાઈજન ભડકી ગયા છે તેણે આ બાબતે હવે પ્રતિક્રિયા આપી છે.
રાજપાલ યાદવે 2010માં ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. એ લોન ચૂકવવામાં નિષ્ફળ જવા બદલ અને ચેક બાઉન્સ થવા બદલ તેમના પર કેસ થયો હતો. આ દરમિયાન વ્યાજ સાથે આ રકમ 9 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ.
આ કેસમાં ફેબ્રુઆરી 2026માં રાજપાલ યાદવે આત્મસમર્પણ કર્યું હતું, જે અંતર્ગત તેમણે તિહાર જેલમાં જવું પડ્યું હતું. આ સાથે જ તેમનો એક ઈમોશનલ મેસેજ વાઈરલ થયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારી પાસે પૈસા નથી અને કોઈ કોઈનું નથી. ત્યારબાદ સોનુ સૂદ સહિત ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા.’ હાલમાં દિલ્હી હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

