Mumbai,તા.10
આઈપીએલમાં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે રમનાર યુવા ક્રિકેટર રમદીપ સિંહ અને પ્રખ્યાત અભિનેત્રી ચાર્લી ચોહાણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. ’કેસી યે યારિયાં’ ફેમ ચાર્લી ચોહાણ હવે મિસમાંથી મિસીસ બની ગઈ છે. પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ કપલને સત્તાવાર રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ક્રિકેટર રમદીપ સિંહની ઉંમર 29 વર્ષની છે. તેમણે અભિનેત્રી ચાર્લી ચોહાણ સાથે કોઈ મોટા દેખાડા વગર એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા છે. બંનેએ ગુરુદ્વારામાં પહોંચીને પારંપરિક શીખ વિધિથી આનંદ કારજ સંપન્ન કર્યા છે. આ લગ્નમાં માત્ર બંનેના પરિવારજનો, ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ બરાતી બનીને આ લગ્નમાં પહોંચ્યા હતા.
બંનેએ પોતાના સંબંધોને અત્યાર સુધી એકદમ ગુપ્ત રાખ્યા હતા, જેના કારણે ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.લગ્નની તસવીરોમાં અભિનેત્રી ચાર્લી ચોહાણ ઘાટા લાલ રંગના લહેંગામાં અદભુત સુંદર લાગી રહી હતી. તેના લહેંગા પર ખૂબ જ આકર્ષક ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું.બ્રાઇડલ લુક પૂર્ણ કરવા માટે તેણે ગોલ્ડન માંગટીકો, ઝૂમર, નથણી અને સુંદર નેકલેસ પહેર્યા હતા. હાથમાં લાલ ચૂડો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. બીજી તરફ, રમદીપ સિંહ આઈવરી કલરની શેરવાનીમાં શાહી અંદાજમાં નજરે પડ્યા. તેમની શેરવાની પર પણ સુંદર કારીગરી થયેલી હતી અને માથા પર લાલ રંગની પાઘડી તેમણે ધારણ કરી હતી.

