Morbi,તા.02
નાની વાવડી ગામે આવેલ સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું
મોરબીના નાની વાવડી ગામની શિવગંગા સોસાયટીના રહેવાસી જયદીપભાઈ કિશોરભાઈ હાડા (ઉ.વ.૩૬) નામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે