Rajkot, તા.13
નારણકામાં ઝેરી દવા પી ધીરજીભાઈ રોજમાળાએ આપઘાત કર્યો હતો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી ડેટા પરિવારમાં શોક છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, ધીરજીભાઈ જીવરાજભાઈ રોજમાળા (ઉંમર વર્ષ 55,રહે.નારણકા ગામ, જિ. રાજકોટ) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
યુનિવર્સીટી પોલોસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારની પુછપરછમાં જાણવા મળેલ કે, ધીરજીભાઈને સંતાનમાં 2 દીકરા છે. પોતે 2 ભાઈ અને 1 બહેન નાના હતા. ખેતીકામ કરતા હતા. તેમણે ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
