New Delhi,તા.29
કેન્દ્ર સરકારે દેશમાં તમામ આઈકોનિક ટુરીસ્ટ ડેસ્ટીનેશન્સને ઈન્ટરનેશનલ લેવલે નિખારવાની યોજના બનાવી છે, જે હજુ સુધી ઓછા પ્રસારીત કે લોકપ્રિય છે. જે અંતર્ગત હાલમાં જ કેન્દ્ર સરકારે પર્યટન મંત્રાલયના 3289 કરોડના 40 પ્રોજેકટને મંજુરી આપી છે.
આ મંજુરી કેન્દ્ર સરકારની એસએએસસીઆઈ યોજના અંતર્ગત આપવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર રાજયોને રોકાણ માટે વિશેષ સહાયતા આપે છે. આ જાણકારી કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર શેખાવતે આપી છે.
મંત્રીનું કહેવુ હતું કે, કેન્દ્ર સરકારે રાજયો સાથે વાત કરીને તેમની એવી યોજનાઓ અને ડેસ્ટીનેશન્સની માંગ કરી હતી, જેમાં પર્યટનની તમામ સંભાવનાઓ છે. આ યોજના અંતર્ગત જે મુખ્ય પર્યટક સ્થળોને મંજુરી મળી છે, તેમાં કુલ 23 રાજયોના 40 પ્રોજેકટ છે.
કેન્દ્રે રાજયો પાસેથી પ્રસ્તાવ માંગ્યા હતા: મંત્રાલય આ ડેસ્ટીનેશનની પસંદગી કરતી વખતે અનેક મહત્વના બિંદુઓ પર ધ્યાન રાખ્યું હતું. તેમાં વાયુ, રેલ, સડક માર્ગ વગેરે ડેસ્ટીનેશનની કનેકટીવીટી એ જગ્યાની ઈકો સિસ્ટમ, ગ્લોબલ અપીલ, કોમ્યુનીટી જોડાણ વગેરે સામેલ છે.
ડેસ્ટીનેશનમાં રોજગાર પેદા કરવાની ક્ષમતા અને પીપીપી પરિયોજનાની સંભાવનાઓ, પ્રોજેકટને શરૂ થવા પર તમામ બાબતોને જોવામાં આવી હતી. કેન્દ્ર સરકારે વિભિન્ન રાજયો પાસેથી પ્રસ્તાવ માંગ્યા હતા, જેની છેલ્લી તારીખ 15 ઓકટોબર હતી. જેના માટે રાજયો તરફથી લગભગ 8 હજાર કરોડ રૂપિયાના કુલ 87 પ્રસ્તાવ મળ્યા હતા, જેમાં 40ને મંજુરી મળી છે.
મુખ્ય પ્રોજેકટ
રાજસ્થાનના જયપુરમાં આમેર-નાહરગઢ અને આસપાસના ક્ષેત્ર અને જલમહલ. ઉતરપ્રદેશમાં બટેશ્વર અને શ્રાવસ્તીનો વિકાસ, ઉતરાખંડમાં ઋષીકેશમાં રિવર રાફટીંગ બેઝ સ્ટેશન, પંજાબમાં એસબીએસ નગરમાં હેરીટેઝ સ્ટ્રીટ, મધ્યપ્રદેશમાં ઓરછા વગેરેનો સમાવેશ થાય છે.
બદલાતી જરૂરિયાતોને મહત્વ
વિવિધતા અને વધુ વિકલ્પોને ધ્યાનમાં રાખીને ઓછા પ્રચઈથી ડેસ્ટીનેશન્સને બહાર લાવવાની સરકારે તૈયારી કરી છે, જેનો ઉદેશ ભીડવાળા સ્થળોમાં દબાણ ઘટાડવા અને દેશભરમાં પર્યટક સ્થળોમાં વધુ સંતુલિત વિતરણને પ્રોત્સાહન આપવાનો છે.
