New Delhi,તા.૩૦
વર્ષ ૨૦૨૫ના પહેલા જ મહિને એટલે કે જાન્યુઆરીમાં જો તમારે બેન્કના કોઈ કામ હોય તો બને તેટલું ઝડપથી પૂરું કરી લેજો. કેમ કે આ મહિનામાં એટલી રજાઓ આવી રહી છે કે તમારા કામ અટકી પણ શકે છે. જાન્યુઆરીમાં આટલા દિવસ બેન્કમાં રજા રહેશે તેનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. આવું એટલા માટે કે જાન્યુઆરી ૨૦૨૫માં અઠવાડિયાની રજા સિવાય રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓને કારણે બેન્કોમાં ૧૫ દિવસ સુધી રજા રહેશે. બેન્કમાં મહિનાના દર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. આ સાથે તહેવાર અને કેટલાક ખાસ દિવસોએ બેન્કમાં રજા રહેશે.
બેન્કમાં રજાનું લિસ્ટ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે. તેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓનું લિસ્ટ આપવામાં આવતું હોય છે. રાષ્ટ્રીય રજાઓમાં દેશભરની બેન્કમાં રજાઓ હોય છે. જ્યારે પ્રાદેશિક રજાઓમાં રાજ્ય અથવા સંબંધિત વિસ્તારમાં જ બેન્કમાં રજા હોય છે. જો કે ધ્યાન આપવા જેવા વાત એ છે કે જાન્યુઆરી ૨૦૨૫માં પૂરા દેશમાં ૧૫ દિવસ બેન્ક બંધ રહેશે. સંપૂર્ણ દેશમાં બેન્ક માત્ર રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓમાં જ બંધ રહેશે.
જાન્યુઆરી ૨૦૨૫માં બેન્કમાં રજાઓનું લિસ્ટઃ
૧ જાન્યુઆરી ૨૦૨૫ઃ બુધવારે નવા વર્ષના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
૬ જાન્યુઆરી ૨૦૨૫ઃ ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં સોમવારે બેંકો બંધ રહેશે.
૧૧ જાન્યુઆરી ૨૦૨૫ઃ બીજો શનિવાર, દેશભરની બેંકો બંધ રહેશે.
૧૨ જાન્યુઆરી ૨૦૨૫ઃ રવિવારે સાપ્તાહિક રજા.
૧૩ જાન્યુઆરી ૨૦૨૫ઃ લોહરીના તહેવારને કારણે સોમવારે પંજાબ અને કેટલાક અન્ય રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
૧૪ જાન્યુઆરી ૨૦૨૫ઃ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મંગળવારે સંક્રાંતિ અને પોંગલના કારણે બેંકો બંધ રહેશે.
૧૫ જાન્યુઆરી ૨૦૨૫ઃ બુધવારે તિરુવલ્લુવર દિવસ નિમિત્તે તુસુ પૂજાના કારણે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં બેંક રજા રહેશે.
૨૩ જાન્યુઆરી ૨૦૨૫ઃ ગુરુવારે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના અવસર પર ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
૨૫ જાન્યુઆરી ૨૦૨૫ઃ સાપ્તાહિક રજાના કારણે શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
૨૬ જાન્યુઆરી ૨૦૨૫ઃ ગણતંત્ર દિવસ નિમિત્તે રવિવારે દેશભરમાં બેંક રજા રહેશે.
૩૦ જાન્યુઆરી ૨૦૨૫ઃ સોનમ લોસરને કારણે ગુરુવારે સિક્કિમમાં બેંકો બંધ

