Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…ભોપાલ ગેસકાંડ : ગુનેગારને જ્યારે સરકારે જ ભગાડ્યો!
    લેખ

    તંત્રી લેખ…ભોપાલ ગેસકાંડ : ગુનેગારને જ્યારે સરકારે જ ભગાડ્યો!

    Vikram RavalBy Vikram RavalDecember 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓગસ્ટ ૨૦૧૦ની વાત છે જ્યારે રાજ્યસભામાં ભોપાલ ગેસ દુર્ઘટના પર ચર્ચા ચાલી રહી હતી. આ દુર્ઘટના અંગે આરોપ લગાવવામાં આવ્યા હતા કે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ યુનિયન કાર્બાઈડના સીઈઓ વોરેન એન્ડરસનને ભારતમાંથી ભાગવામાં મદદ કરી હતી. દુર્ઘટના દરમિયાન મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા અર્જુન સિંહે રાજીવનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટનાના સંબંધમાં તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. અર્જુન સિંહે કહ્યું કે રાજીવ ગાંધીએ એન્ડરસન અંગે એક પણ શબ્દ કહ્યો નથી. તેમના પર કોઈપણ પ્રકારના આરોપ લગાવવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું કે આ ઘટના બાદ તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા તૈયાર હતો, પરંતુ રાજીવ ગાંધીએ તેમ કરવાની ના પાડી. ચાલો જાણીએ એ ભયાનક કાળી રાતની કહાની, જેણે હજારો લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી.

    ભોપાલના યુનિયન કાર્બાઈડના પ્લાન્ટ નંબરમાં ૨માં  ૨-૩ ડિસેમ્બરની મધ્યાંતર રાત્રિ પછી સવારે ઝેરી ગેસ મિથાઈલ આઈસોસાયનેટ લીક થઈ રહ્યો હતો. તેમાંથી બનેલી ગેસના વાદળને પવન દૂર સુધી ખેંચી જતો હતો અને લોકો રસ્તા પર પત્તાંની માફક પડતા જતા હતા. કેટલાક લોકો તે સવારે પણ જાગ્યા જ નહીં. એ રાત્રે તેમને મોતની ઊંઘ આવી હતી. સરકારી આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનાના થોડા જ કલાકોમાં ૫,૨૯૫ લોકો માર્યા ગયા હતા. મૃત્યુનો આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. અમેરિકન જંતુનાશક બનાવતી કંપની ડાઉ યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાંથી લગભગ ૪૦ ટન ગેસ લીક થયો હતો. આ ઝેરી ગેસના લીકેજની અસર એટલી બધી હતી કે વર્ષો પછી મૃત્યુઆંક ૨૫ હજારની આસપાસ પહોંચી ગયો. એવું કહેવાય છે કે આ ઝેરી ગેસને કારણે લોકોને મોતને ઘાટ ઉતારવામાં સરેરાશ ત્રણ મિનિટનો સમય લાગ્યો હતો.

    દુર્ઘટનાનું કારણ એ હતું કે યુનિયન કાર્બાઈડની ટાંકી નંબર ૬૧૦માં ઝેરી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ પાણીમાં ભળ્યો હતો. આ કેમિકલ પ્રક્રિયાને કારણે ટાંકીમાં દબાણ સર્જાયું હતું અને ટાંકી ખુલી હતી અને તેમાંથી નીકળતા ગેસે હજારો લોકોના જીવ લીધા હતા. આનાથી ફેક્ટરીની નજીકની ઝૂંપડપટ્ટીઓને સૌથી ખરાબ અસર થઈ હતી. કુલ ૫,૨૧,૦૦૦ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. એક અનુમાન મુજબ પહેલા બે દિવસમાં લગભગ ૫૦ હજાર લોકોની સારવાર કરવામાં આવી હતી. શરૃઆતમાં ડોકટરોને બરાબર ખબર ન હતી કે શું કરવું જોઈએ કારણ કે તેઓને મિથાઈલ આઈસોસાયનેટ ગેસથી પીડિત લોકોની સારવાર કરવાનો કોઈ અનુભવ નહોતો. જો કે, ગેસ લીક થયાના આઠ કલાક પછી, ભોપાલને ઝેરી ગેસની અસરથી મુક્ત માનવામાં આવતું હતું. પરંતુ, આજ સુધી આ શહેર સંપૂર્ણ રીતે ઉગરી શક્યું નથી. આખા શહેરમાં વિચિત્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને ચારેબાજુ લાશો જ લાશો વિખેરાયેલી હતી. થોડા જ દિવસોમાં આસપાસના વૃક્ષો ઉજ્જડ બની ગયા અને પ્રાણીઓના ફૂલી ગયેલા શબનો નિકાલ કરવો પડયો. ૧૭૦,૦૦૦ લોકોને હોસ્પિટલો અને કામચલાઉ દવાખાનાઓમાં સારવાર આપવામાં આવી હતી. ૨,૦૦૦ ભેંસો, બકરીઓ અને અન્ય પ્રાણીઓને એકત્ર કરી દફનાવવામાં આવ્યા હતા.

    ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં ૭ જૂને કોર્ટે આઠ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં યુનિયન કાર્બાઈડનો તત્કાલીન વડો વોરેન એન્ડરસનને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તે ભારત છોડવામાં સફળ રહ્યો હતો. એન્ડરસન ગેસ અકસ્માતના ૪-૫ દિવસ પછી ૭ ડિસેમ્બરે ભોપાલ પહોંચ્યો હતો અને એરપોર્ટ પર જ તેની ધરપકડ કરવામાં આવી હતી. એન્ડરસને ફેક્ટરીમાં અગાઉના અકસ્માતોની અવગણના કરી હતી. ધરપકડના બીજા દિવસે એટલે કે થોડા કલાકોમાં જ ભોપાલના તત્કાલીન કલેક્ટર મોતી સિંહ અને એસપી સ્વરાજ પુરી એન્ડરસનને સરકારી કારમાં એરપોર્ટ લઈ ગયા. રાજ્ય સરકારનું વિમાન ત્યાં તૈયાર હતું, જેમાં એન્ડરસનને દિલ્હી મોકલવામાં આવ્યો. તે જ સાંજે દિલ્હીથી અમેરિકા જવા રવાના થઈ ગયો. આ પછી એન્ડરસન ક્યારેય ભારત આવ્યો નથી. કલેક્ટર મોતી સિંહે ૨૦૦૮માં ’અનફોલ્ડિંગ ધ બીટ્રેયલ ઓફ ભોપાલ ગેસ ટ્રેજેડી’ પુસ્તક લખ્યું હતું. તેણે લખ્યું છે કે એન્ડરસનને તત્કાલિન સીએમ અર્જુન સિંહના આદેશ પર મુક્ત કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન સિંહ તેમની આત્મકથા ’ધ ગ્રેન ઑફ સેન્ડ ઇન ધ અવરગ્લાસ ઑફ ટાઈમ’માં લખે છે કે એન્ડરસનને જામીન આપવા માટે ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો હતો.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.