New Delhi, તા.7
દેશમાં ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ નવી કેન્દ્રીય યોજના મારફત કોઇપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓમાં દાખલ થવા માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તેને શિક્ષણ ફી વગેરે ચૂકવવા માટે બેન્ક અને અન્ય નાણાંકીય સંસ્થાઓ મારફત જે લોન આપવામાં આવે છે તેમાં સરકારે ખાસ સહાય યોજનાની જાહેરાત કરી છે.
જેના આધારે 22 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ સહાય મળશે જેમાં રૂા.7.5 લાખની લોન 75 ટકા કેન્દ્રની ગેરન્ટી હેઠળ આપવામાં આવશે. રૂા.8 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓને અન્ય કોઇ સરકારી યોજનાનો લાભ ન મળતો હોય તેમને રૂા.10 લાખ સુધીની લોન 3 ટકાના વ્યાજે આપવામાં આવશે. આ માટે પીએમ વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન સ્કીમ હેઠળ અરજી કરવાની રહેશે. આ ઉપરાંત કેબીનેટના વધુ એક નિર્ણયમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સરકાર વધુ રૂા.10,700 કરોડનું ભંડોળ નાખશે

