New Delhi,તા.૬
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી નેતા સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. સુરિન્દર પાલ સિંહ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્ર પાલ બિટ્ટુ તિમારપુરથી ચૂંટણી લડી શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક પછી એક નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે.
ગઈકાલે એટલે કે ગુરુવારે પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જ્યારે આજે સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ આપઁમાં જોડાયા હતા. આ પહેલા યુપીએસસી શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
સિસોદિયાએ કહ્યું, હું સુરેન્દ્ર પાલ સિંહ બિટ્ટુ જીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. મને ખુશી છે કે તેમણે અરવિંદ કેજરીવાલની સરકારથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે કારણ કે આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે સામાન્ય માણસ માટે જ કામ કરે છે. બિટ્ટુ જી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોર્પોરેશન કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. મને સંપૂર્ણ આશા છે કે તેમના લાંબા રાજકીય અનુભવનો પક્ષને ફાયદો થશે.

