એક તરફ દુનિયા અંતરિક્ષ સુધી પહોંચી છે તો બીજી તરફ આપણાં યુવાનો જ્યોતિષનો આશરો લઈ રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર, 63 ટકા અમેરિકન યુવાનો તેમની કારકિર્દી માટે રહસ્ય વિઘાની મદદ લઈ રહ્યાં છે.
ભારતનાં યુવાનો પણ પાછળ નથી. તમને અહીં ભાગ્યે જ કોઈ મળશે જે જ્યોતિષ અને ગૂઢ વિજ્ઞાનમાં વિશ્વાસ ન કરતાં હોય. યુવાનોમાં રહસ્ય અને જ્યોતિષ વિજ્ઞાનની વધતી જતી લોકપ્રિયતા પર આ લેખમાં માહિતી આપવામાં આવી છે.
એક વ્યક્તિ 30 વર્ષનો થાય તે પહેલાં મકાન ખરીદવા, જીવનસાથી શોધવા અને આગામી ત્રણ વર્ષમાં વિશ્વની મુસાફરી કરવા માટે પૂરતાં પૈસા કમાવવા માંગે છે. આ બધું હાંસલ કરવાનો સંકલ્પ એટલો બધો છે કે તેઓ તેનાં માટે કોઈ કસર છોડવા માંગતાં નથી. કદાચ તેથી જ તે ટેરો કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ અને જ્યોતિષ પર દર મહિને 15-20 હજાર રૂપિયા ખર્ચી રહ્યાં છે. તેઓ અંકશાસ્ત્રીની સલાહ પર નામમાં વધારાનાં અક્ષરો ઉમેરે છે જેથી તેને સ્વાસ્થ્ય અને વ્યવસાયમાં સફળતા મળે. જો તેમને કોઈ ચોક્કસ કંપનીનાં શેરમાં રોકાણ કરવું હોય તો પણ તેઓ જ્યોતિષની સલાહ લીધાં વિના કરતા નથી.
કોરોના સમયે લોકો વધુ પરેશાન હતાં તે સમયે લોકો ઑનલાઇન જ્યોતિષની સલાહ લેતા હતા. કોવિડને કારણે લોકોએ પરિવારનાં સભ્યો ગુમાવ્યાં હતાં. તે સમયે લોકો થોડી આશા અનુભવવા માટે કંઈપણ કરવા તૈયાર હતાં અને જ્યોતિષીઓએ તેઓને આત્મવિશ્વાસ આપ્યો કે તમાંરાં દિવસો પણ સારા થઈ શકે છે. હવે જેઓ ક્યારેય આ બધી બાબતોમાં માનતાં ન હતાં તેઓ પણ આ રૂટીનથી ટેવાઈ ગયાં છે.
કિસ્મતના બાજીગર
મારે કોને રાખવો જોઈએ ? શું હું ધનવાન બનીશ ? શું હું મને પ્રેમ મળશે ? મારા માટે કયાં પ્રકારનો વ્યવસાય વધુ ફાયદાકારક રહેશે ? આ પ્રશ્ર્નોની સાથે જ્યોતિષ સહિત અન્ય ગૂઢ વિજ્ઞાનમાં યુવાનોનો રસ વધી રહ્યો છે. એક સર્વે રિપોર્ટ અનુસાર, જનરેશન ઝી અને 2000 પછી જન્મેલાં લગભગ 80 ટકા યુવાનો જ્યોતિષમાં માને છે. ઉદાહરણ તરીકે એક આર્કિટેક્ટ યુવતી, જે છેલ્લા બે વર્ષથી જ્યોતિષીઓ અને ટેરો કાર્ડ રીડર્સની સલાહ લઈ રહી છે.
તેણીનો એક જ પ્રશ્ર્ન છે- ’શું તેણીને ક્યારેય પ્રેમ મળશે ?’ 26 વર્ષની અન્ય એક યુવતી એક પીઆર પ્રોફેશનલ કે જે અઠવાડિયામાં ત્રણ વખત એસ્ટ્રોટોકમાં લોગ ઇન કરે છે, તે જાણવા માંગે છે કે જીવન ક્યાં જઈ રહ્યું છે. તેણી તેનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સમજવા માટે દર અઠવાડિયે 4-5 હજાર રૂપિયા ખર્ચે છે. દેખીતી રીતે ભવિષ્યની આગાહી કરવાનો ધંધો ઝડપથી વધી રહ્યો છે.
માર્કેટ રિસર્ચ ફર્મ આઈમાર્ક ગ્રુપનાં રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થાય છે, જે મુજબ ગયાં વર્ષે ભારતનું જ્યોતિષ અને આધ્યાત્મિક બજાર 60 બિલિયન ડોલરનું હતું, જે વર્ષ 2024 થી 2034 દરમિયાન વાર્ષિક 8.82 ટકાનાં દરે વધવાની અપેક્ષા છે.
ઑનલાઇન કંઈપણ પૂછો
એસ્ટ્રોટોક, એસ્ટ્રોસેજ, એસ્ટ્રોયોગી જેવાં એસ્ટ્રો ટેક પ્લેટફોર્મ હોય કે પછી વિશ્વાસ આધારિત સેવાઓ પૂરી પાડતી વ્યક્તિઓ, જેમસ્ટોન અને ક્રિસ્ટલ એન્હાન્સ્ડ જ્વેલરી, એસેસરીઝ, મીણબત્તીઓ વેચતી બ્રાન્ડ્સ, બધાં 20-30 વર્ષની વયનાં ગ્રાહકોને જોડવા માંગે છે. તેથી જ જ્યોતિષીઓ તેમની સેવાઓને ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને રીતે વિસ્તારવામાં વ્યસ્ત છે, જેથી તેઓ ટેકનોલોજીનાં જાણકાર યુવાનોમાં સરળતાથી સુલભ થઈ શકે.
તમારાં ક્રશના મનમાં તમારા માટે વિશેષ સ્થાન છે કે કેમ તે જોવા માટે તમે હવે એઆઈ-જનરેટેડ ટેરો કાર્ડ રીડર પાસેથી સલાહ મેળવી શકો છો. અથવા ક્રિસ્ટલ-ચાર્જ્ડ નેકલેસ જે તમને જોબ ઇન્ટરવ્યૂમાં મદદ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ રીલ તમને એ સમજવામાં મદદ કરી શકે છે કે તમારાં નામમાં એક અક્ષર બદલવાથી સોશિયલ મીડિયા ફોલોઅર્સ કેવી રીતે વધી શકે છે.
ચિંતિત પેઢીને ટેકો આપે છે
જ્યોતિષ શાસ્ત્રને લગતી સાઇટ્સ પર જનારાં લોકોની વધતી જતી સંખ્યા જોઈને એવું લાગે છે કે જાણે લોકો પોતાનાં કરતાં વધારે શક્તિમાં વિશ્ર્વાસ કરવા લાગ્યાં છે. અથવા તેનાં બદલે, રહસ્ય વિજ્ઞાન યુવાનો માટે સ્વ-સંભાળનું સ્ત્રોત બની રહ્યું છે. આ અંગે એસ્ટ્રોયોગીના સ્થાપક મીના કપૂર કહે છે, ’પહેલાં પણ યુવાનો ભવિષ્ય જાણવા માટે ઉત્સુક હતાં. પૈસા, પ્રેમ, લગ્ન…, આ એવાં મુદ્દા છે જે આજની પેઢીનાં માતા-પિતા અને દાદા-દાદીને ચિંતિત કરે છે.
હવે ફરક એટલો જ છે કે યુવા પેઢી નાની નાની બાબતોના જવાબો જાણવા માંગે છે. જેમ કે મારો સાથી મારા વિશે શું વિચારે છે ? મારા બોસ મારા વિચારો કેમ સ્વીકારતા નથી ? શું મારે મારી નોકરી બદલવી જોઈએ ? એવું છે કે જ્યારે પણ વસ્તુઓ થોડી અઘરી બને છે, ત્યારે ગુપ્ત વિજ્ઞાન તેમનો આધાર બની જાય છે. મારી એપ પરનાં ગ્રાહકો મોટાભાગે 18-25 વર્ષની વયનાં યુવાનો છે.
દિલ્હી સ્થિત ટેરો રીડર સ્નેહા જૈન કહે છે કે તેમની પાસે આવનારાં 99 ટકા લોકો નાખુશ છે અને તેનો ઉકેલ ઈચ્છે છે. તેમને સાંભળીને એવું લાગે છે કે જાણે વિશ્વ વધુ સંવેદનશીલ બની ગયું છે. જેનો અર્થ છે કે દરેક વ્યક્તિ ભાવનાત્મક રીતે નબળાં છે. જો કે, તેઓ ભૂલી રહ્યાં છે કે 70 ટકા ઉથલપાથલ તમારાં ગ્રહ અનુસાર હોઈ શકે છે, પરંતુ 30 ટકા તમારાં દ્વારા કરવામાં આવેલ કર્મ છે, જે તમારાં જીવનને આકાર આપે છે.
દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓકલ્ટ સાયન્સના સ્થાપક અને પ્રમુખ ગુરુદેવ ઈન્દ્રજીત કશ્યપ કહે છે, ’આજની પેઢીમાં ઈચ્છાઓ વધુ અને ધીરજ ઓછી છે; આ એક ’ચિંતિત પેઢી’ છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ જીવનનાં મૂર્ત પાસાઓમાં શાંતિ મેળવે છે, ત્યારે તે બહાર જોવાનું શરૂ કરે છે, તે માનવ સ્વભાવ છે.
જો કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સિસ , બેંગલુરુના ક્લિનિકલ સાયકોલોજીના પ્રોફેસર મનોજ કુમાર શર્મા કહે છે કે યુવાનોનો રહસ્યમય વિજ્ઞાન તરફ વળવાનો ટ્રેન્ડ રોગચાળા દરમિયાન શરૂ થયો હતો. બે વર્ષ પહેલાં, તેમણે, ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સોશિયલ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત થયેલાં એક લેખમાં, કોવિડને કારણે કેવી રીતે ’નસીબ કહેવાની વ્યસન’ સાથે વધુ પડતી વ્યસ્તતા માનસિક સ્વાસ્થ્યના પ્રતિકૂળ પરિણામોનું જોખમ સૂચવે છે તે વર્ણવ્યું હતું.
ઇન્ટરનેટ પરથી મળી સંજીવની
ટેરોટ કાર્ડ, મિડિયમશિપ, અંકશાસ્ત્ર હવે જ પ્રચલિત છે તેવું નથી આ સદીઓ જૂની વિઘાઓ છે. અખબારો, સામયિકો, ઓનલાઈન વેબસાઈટ વગેરેમાં સૂર્ય આધારિત રાશિની આગાહીઓ હજુ પણ વ્યાપકપણે પ્રકાશિત થાય છે. અભિનેતા શાહરૂખ ખાનના જન્મદિવસ પર, ન્યૂઝ ચેનલો લાઈવ ટીવી પર એક પંડિતને લાવે છે કે આ વર્ષ શાહરુખ માટે શું લઈને આવશે.
સેલિબ્રિટીઓ પણ વધુ ખ્યાતિની આશામાં તેમનાં નામ બદલી નાખે છે. હકીકતમાં, સોશિયલ મીડિયાએ તમામ રહસ્યમય વસ્તુઓને ગ્લેમરસ બનાવવામાં મદદ કરી છે. ડિજિટલ પ્લેટફોર્મે જ્યોતિષશાસ્ત્ર અને ભાગ્ય કહેનારા લોકોને વધુ સુલભ બનાવ્યાં છે. હવે એક દંપતીને તેઓ એકબીજા માટે બનાવવામાં આવ્યાં છે કે નહીં તે જાણવા માટે હસ્તરેખાશાસ્ત્રી પાસે જવાની જરૂર નથી. ફક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરો, વિગતો દાખલ કરો, તમને મિનિટોમાં જવાબ પ્રાપ્ત થશે.
મતલબ, તમારાં તારા, ગ્રહો અને શક્તિઓના આધારે, તમે તમામ પ્રકારનાં પ્રશ્ર્નોનાં જવાબ મેળવી શકો છો. ફક્ત થોડો સમય અને પુષ્કળ પૈસાનું રોકાણ કરો. અહીં કોઈપણ ઇચ્છા માટે કંઈક છે. જો કે આ વસ્તુઓ કામ કરશે કે નહીં તે તમારાં વિશ્ર્વાસ પર આધારિત છે.
કેવાં કેવાં પ્રકારની વિદ્યાઓ
મેનિફેસ્ટેશન : આ ટેકનિક સોશિયલ મીડિયામાં પ્રચલિત છે. આનો હેતુ એ છે કે, તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેનાં પર તમારાં વિચારો અને શક્તિને કેન્દ્રિત કરીને, તમે તેને તમારી વાસ્તવિકતા બનાવી શકો છો.
મિડિયમશિપ : આ એક ગુપ્ત વિઘા પણ છે, જે કથિત રીતે આત્માઓની દુનિયા સાથે વાતચીત કરીને આ જન્મની સમસ્યાઓનાં કારણો જાણવા જેવાં ઉકેલો આપે છે. લગ્નની નિષ્ફળતા પાછળ પાછલાં જન્મનાં પ્રેમીનો શ્રાપ વગેરે કારણ છે.
થીટા હીલિંગ થેરાપી : ધ્યાન દ્વારા, તમે તમારાં અર્ધજાગ્રત મન સાથે વાત કરવામાં સક્ષમ બનો છો. આ ટેક્નિક તમને તણાવ, શારીરિક બિમારીઓ અને ચિંતાઓને દૂર કરવામાં મદદ કરે છે.

