આજે પરિસ્થિતિ એવી થઇ રહી છે કે લોકો પરિવાર સાથે ઓછો પણ ઓફિસ કાર્ય કે પોતાના દૈનિક કાર્યમાં વધુ ધ્યાન આપતા હોય છે, જેને પગલે પારિવારીક જીવન પર તેની અસર થતી હોવાના દાવા થતા રહ્યા છે પણ એક નવા સંશોધનનું તારણ જણાવે છે કે લાંબો સમય કે વધુ સમય ઓફિસ કાર્ય તમારા રોમેન્ટિક રિલેશનશિપ પર કોઇ અસર નથી કરતું.
ઓફિસ પર વધુ કાર્ય રોમેન્ટિક જીવન પર અસર કરે છે તે માત્ર એક ભ્રમ હોવાનો દાવો આ સંશોધનમાં કરવામાં આવ્યો છે. અગાઉના જે પણ સંશોધન થયા તેમાંથી મોટાભાગનામાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબો સમય સુધી ઓફિસ કાર્ય કરતા લોકો રોમેન્ટિક રિલેશનને મેઇન્ટેઇન નથી કરી શકતા પણ આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માત્ર તમારો ભ્રમ છે, ખરેખર કોઇ જ અસર રોમેન્ટિક રિલેશનશિપ પર આવા સંજોગો દરમિયાન પણ નથી થતી. આ સંશોધનને સેજ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૩૦૦ જેટલા કપલને આવરી લેવામા આવ્યા હતા.

