સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દુધનાભાવ પુરતા પ્રમાણમાં મળી રહેતા હોવાના કારણે તથા ડેરી ઉદ્યોગ પણ ફુલ્યો ફાલ્યો હોય જેથી હવે પશુપાલનનો વ્યવસાય મોટી સંખ્યામાં લોકો કરે છે. પશુપાલનના વ્યવસાયમાં સૌથી મોખરાનું સ્થાન ગીર ગાય ધરાવે છે.
ગુજરાતમાં ગીર, કાંકરેજ, દેશી અને એચ.એફ.અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે. અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને હવે લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાય લાવવામાં આવી છે. ને આ પુંગનુર ગાયનું સંવર્ધન કરીને ગાયનું અમરેલી જિલ્લામાં વિકાસ કરવાની નવતર દિશામાં સૌ પ્રથમ ચલાલા ખાતે આવેલી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દોઢ ફૂટની ગાય અને 2 ફૂટના નંદી લાવવામાં આવ્યો છે. ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ગીર ગાયની ગૌશાળા ચલાવે છે. જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. ગાય દરરોજ 3 લીટર દૂધ આપે છે. અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે.
આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે. આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહે છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્ય કરવામાં આવે છે. ભારત દેશમાં આ નાની પ્રજાતિની પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચીતુર જિલ્લામાં જોવા મળે છે. જે છેક આંધ્ર પ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે.
પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે. તમે જેની લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે. જેથી ખુબ આ ગયા ખુબ જ પ્રખ્યાત છે. આખા દિવસમાં પાંચ કિલો ઘાસચારો ખાય છે. અને એક કિલો જેટલું ખાણદાણ ખાય છે. અને દિવસમાં ત્રણથી પાંચ લીટર સુધી દૂધ આપે છે. આ ગાયની નસલ લગભગ ૧૧૨ વર્ષ જૂની માનવામાં આવે છે. આ ગાયના દૂધના 3 થી 3.35 ટકા ફેટ આવે છે.
જ્યારે આ અમરેલી જિલ્લામાં આ પુંગનુર ગાય પ્રથમ વાર ધારી તાલુકાના ચલાલા ગામે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટમાં આવેલ આશ્રમ ખાતે આવેલ છે. જેને જોવા તથા દર્શનનો લાભ લેવા પણગૌભક્ત લોકો આવે છે. ભારતની બજારમાં ગાયની અંદાજીત કિંમત 4 લાખ ગણવામાં આવે છે. ગાય નાની હોય છે. જેથી તેના ભાવ લાખોમાં બોલાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પુંગનુર ગાય પોતાના નિવાસસ્થાને રાખી પૂજા કરે છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે સંવર્ધન કરી અને અન્ય ગૌપ્રેમી લોકોને આપવા માટે આ ગાયની ખરીદી કરવામાં આવી છે. પુંગનૂર ગાયનું સંવર્ધન કરીને ગાયોને વિકસિત કરવા અન્ય ૩૭ જેટલી ગીરની ગાયો સાથે આ પુંગનુર ગાયને રાખવામાં આવેલ છે.

