New Delhi,તા.21
ભારત દાળ યોજના અંતર્ગત લોકો ટુંક સમયમાં જ ઓનલાઈન માધ્યમથી સબસીડીવાળી દાળ ખરીદી શકશે. ગ્રાહક મામલાનાં મંત્રાલય મોટી ઈ-કોમર્સ કંપનીઓને આ યોજના અંતર્ગત સસ્તી દાળોનું વેચાણ પોતાના પ્લેટફોર્મ પર શરૂ કરવાનો આદેશ દઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન ગ્રોસરી મંચ એમેઝોન, ફિલપકાર્ટ અને સ્વીગી પર સબસીડીવાળી દાળો ટુંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત અન્ય ઈ-કોમર્સ મંચ બિગ બાસ્કેટ, બ્લિંકીટ જેપ્ટો અને જિયો માર્ટને પણ તેમાં સામેલ કરવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બધી ઈ-કોમર્સ કંપનીઓએ યોજનામાં ભાગ લેવો પડશે. જેથી શહેરી અને અર્ધ શહેરી ક્ષેત્રોને તેનો લાભ મળી શકે.

