રાજકોટ જિલ્લામાં માય રાશન એપ દ્વારા ૨,૭૩,૫૭૬, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.) પ્લસ દ્વારા ૩૭,૨૪૪, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વી.સી.ઈ.) દ્વારા ૧,૮૦,૦૦૦, શાળા અને કોલેજ દ્વારા ૫,૨૫૯ અને અન્ય સંસ્થાઓ દ્વારા ૧,૦૭,૨૮૦ એમ કુલ મળીને અંદાજે ૬,૦૭,૬૯૫ લોકોના ઈ.કે.વાય.સી.નું કાર્ય થઇ ચૂક્યું છે. આ ઉપરાંત, સરકારશ્રીના તમામ વિભાગો અને કચેરીઓમાં, સોશિયલ મીડિયાના માધ્યમથી ઈ.કે.વાય.સી. અંગે જાણકરી આપવામાં આવી રહી છે.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે કેન્દ્ર સરકારશ્રીની ફેમીલી આઈ.ડી. પ્રોજક્ટ અને આધાર બેસ્ડ બાયોમેટ્રિક આધારકાર્ડ અને રેશનકાર્ડના લીંકઅપ સાથે ઈ.કે.વાય.સી.થી વેરીફાય થઇ જનરેટ કરી એક કોમન ડેટા બનાવવામાં આવે છે. સરકારની તમામ યોજનાઓમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(ડી.બી.ટી.)નો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું ઈ.કે.વાય.સી. થયેલ આવશ્યક છે.
નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નાગરિકોના રેશનકાર્ડને અને અન્ય મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે “MY RATION” મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી છે.
જેમાં “MY RATION” એપ દ્વારા ઘરે બેઠા મોબાઈલથી રેશનકાર્ડ ધારકો પોતાની જાતે પોતાનું ઈ.કે.વાય.સી.કરી શકે છે. “MY RATION” એપના માધ્યમથી ૧૧ સ્ટેપમાં સફળતાપૂર્વક ઈ.કે.વાય.સી. કરી શકે છે. સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને PDS+ એપ્લીકેશનથી મોબાઇલ દ્વારા એક્સેસ આપી અન્ય રેશનકાર્ડ ધારકોનો ઈ.કે.વાય.સી કરી શકે છે. ગ્રામ્ય લેવલે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીનીયોર(વી.સી.ઈ.) દ્વારા Fcsrsms.Gujarat.gov.in પોર્ટલ પર રેશનકાર્ડ ધારકોના ઈ.કે.વાય.સી. કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મામલતદાર કચેરીનો સંપર્ક કરતા નાયબ મામલતદાર પુરવઠા/ ઝોનલ ઓફિસર પુરવઠા વિભાગમાં PDS વેબસાઈટ પર આવેલ RCMS પોર્ટલ દ્વારા રેશનકાર્ડ ધારકોના ઈ.કે.વાય.સી. કરી આપવાની સુવિધા છે. જે રેશનકાર્ડ ધારકનું રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક હોય તેઓનું જ ઈ.કે.વાય.સી. MY RATION એપ દ્વારા થઈ શકે છે. જો તે લિંક ન હોય તો અન્ય ઉપર મુજબના ત્રણ વિકલ્પ દ્વારા કરવાનું થાય છે.

