Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Neom the Line
    લેખ

    સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Neom the Line

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘નિયોમ ધ લાઇન’ બનાવવામાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧ હજાર કામદારોના જીવ ગયા હોવાના અહેવાલે સનસનાટી મચાવી છે. 

    આ આંકડો તો સત્તાવાર રીતે મરાયેલાં લોકોનો છે, બાકી અત્યાર સુધીમાં ૧ લાખથી વધારે કામદારો ગાયબ થઈ ગયા છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાલથી ગયેલા આ કામદારોનો કોઈ પત્તો જ નથી. આ કામદારોના પરિવારો પોતપોતાના દેશોની સરકારોમાં રજૂઆત કરી રહ્યા છે પણ તેમનું કોઈ સાંભળતું પણ નથી. 

    આઈટીવીની નિયોમ સિટી પરની ડોક્યુમેન્ટરીમાં નિયોમ પ્રોજેક્ટ બનાવવા માટે રખાયેલા કામદારોની દયનિય હાલતનું પણ ચિત્રણ કરાયું છે. સાઉદી વિદેશથી લવાયેલા આ કામદારોનું ભયંકર શોષણ કરે છે અને જાનવરો કરતાં પણ બદતર હાલમાં રાખે છે એવા આક્ષેપ ડોક્યુમેન્ટરીમાં કરાયા છે. કામદારો પાસે રજા આપ્યા વિના દરરોજ ૧૨થી ૧૪ કલાક કામ લેવાય છે, તેમને ઓછા પગાર અપાય છે અને પરિવાર સાથે સંપર્કની પણ મંજૂરી નથી અપાતી એવા આક્ષેપ કરાયા છે. 

    દુનિયાના બીજા દેશોમાં તો અઠવાડિયામાં મહત્તમ ૪૫ કલાક કામ લેવાની જ જોગવાઈ છે પણ સાઉદી અરેબિયાના કાયદા પ્રમાણે, અઠવાડિયામાં ૬૦ કલાક કામ લઈ શકાય છે. સલમાન ૨૦૩૦ સુધીમાં નિયોમ પ્રોજેક્ટ પૂરો કરવા એ હદે ઘાંઘો થયો છે કે, અઠવાડિયાના ૮૪ કલાક કામ કરાવાય છે. મતલબ કે, રોજના ૧૨ કલાક તો કામ કરવું જ પડે છે. કામદારો ફરિયાદ કરે છે કે, અમારી હાલત ભિખારીઓથી પણ બદતર છે કેમ કે પગાર માટે પણ ભીખ માગવી પડે છે, આજીજીઓ કરવી પડે છે. 

    નિયોમ સિટી બનાવવા માટે પહેલાં જ સ્થાનિક લોકોને ખસેડીને બેઘર કરી દેવાયા હતા. લગભગ એક લાખ જેટલા આદિવાસીઓને બળજબરીથી ખસેડીને નિયોમ માટે જગા ખાલી કરાઈ હતી. સાઉદી સરકારે મૂળ નિવાસીઓ પર ગોળીઓ ચલાવી હતી. 

    સાઉદીમાં સલમાનના પરિવારનું એકચક્રી શાસન છે તેથી હકીકત કદી બહાર ના આવી પણ નિયોમ માટે ૨૦ હજાર જેટલાં લોકોની હત્યાઓ કરાઈ હોવાનું કહેવાય છે.  

    આ કારણે સાઉદી સરકારની ટીકા કરવામાં આવી હતી. પણ સલમાન એ ટીકાઓને ઘોળીને પી ગયા હતા. હવે કામદારોનાં મોતની વાતો બહાર આવતાં ટીકા થઈ રહી છે કે, સાઉદીના પ્રિન્સ સલમાન કામદારોની લાશો પર પોતાના સપનાનું શહેર ઉભું કરી રહ્યા છે કે જેના પાયામાં નિર્દોષ લોકોનું લોહી નંખાયું છે.

    નિયોમ શહેર સાઉદીના તાબુક પ્રાંતમાં બની રહ્યું છે. ૨૦૧૭માં તેનું બાંધકામ શરૂ કરાયું હતું. રેડ સીના ઉત્તર છેડે ઈજીપ્તની પૂર્વમાં અને જોર્ડનની દક્ષિણમાં અક્વાબાના અખાત પર બની રહેલું નિયોમ ૧૦૦ માઈલ એટલે કે ૧૬૦ કિલોમીટર લાંબું શહેર હશે. શહેરની વચ્ચોવચ્ચ સુપર ફાસ્ટ ટ્રેનનો ેટ્રેક હશે ને ટ્રેકની બંને તરફ માત્ર બે કિલોમીટર સુધી જ ઈમારતો બનશે. 

    બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ પરથી જ ફ્લાઈંગ કાર ઉડશે. ટ્રેનમાંથી ઉતરીને સીધા ફ્લાઈંગ કારમાં બેસીને લોકો ઓફિસે જઈ શકશે. શહેરમાં એક પણ કાર જોવા નહીં મળે ને પ્રદૂષણ ફેલાય એવું કશું જ નહીં હોય. 

    સલમાનની મૂળ યોજના તો તોતિંગ શહેર બનાવવાની હતી પણ સાઉદી પાસે ટેકનોલોજી નથી ને બીજા દેશો મદદ કરવા તૈયાર નથી તેથી  નિયોમનો વિસ્તાર ઓછો કરી દેવાયો છે. 

    પહેલાં નિયોમ શહેરમાં ૨૦૩૦ સુધીમાં ૯૦ લાખ લોકોને રાખવાની યોજના હતી પણ હવે ૩ લાખનું ટાર્ગેટ નક્કી કરાયું છે. ધીરે ધીરે શહેર વિકસતું જશે તેમ તેમ વધારે લોકોને લવાશે. 

    સલમાને ૨૦૧૬માં લોંચ કરેલો પ્રોજેક્ટ સલમાનના ‘સાઉદી વિઝન ૨૦૩૦’નો ભાગ છે. ‘સાઉદી વિઝન ૨૦૩૦’ હેઠળ સલમાન સાઉદી અરેબિયાના અર્થતંત્રને ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતામાંથી બહાર કાઢવા માગે છે. અત્યારે સાઉદીની જીડીપીમાં ૭૫ ટકા હિસ્સો ક્રૂડ ઓઈલ તથા તેને લગતી પ્રવૃત્તિઓનો છે પણ સલમાન આ પ્રમાણ ૨૦૩૦ સુધીમાં ઘટાડીને ૬૦ ટકા કરી નાંખવા માગે છે. 

    આ માટે જંગી પ્રમાણમાં વિદેશી રોકાણ જોઈએ, દુનિયાની મોટી મોટી કંપનીઓ અને ધનિકો સાઉદીમાં આવે એવી સ્થિતી પેદા કરવી પડે. 

    સાઉદી પાસે સંપત્તિ છે પણ કટ્ટરવાદી દેશ હોવાથી બહારથી રોકાણકારો આવતા નથી. ક્રૂડ સિવાયની ઈકોનોમી પણ નથી તેથી પણ વિદેશીઓને રસ નથી પડતો. સલમાને આ સ્થિતી બદલવા કમર કસીને સાઉદીને કટ્ટરવાદના પ્રભાવમાંથી બહાર કાઢવા નિયોમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સલમાન સાઉદીને એવું સ્થળ બનાવવા માગે છે કે જ્યાં આખી દુનિયાના રોકાણકારો આવે, નવી ટેકનોલોજી માટે સંશોધન કરે, નવા નવા પ્રોજેક્ટ સ્થાપે અને સાઉદીને દુનિયાના અર્થતંત્રમાં સૌથી મોટું હેપનિંગ પ્લેસ બનાવે.

    સલમાનની પ્રેરણા યુએઈ છે એ કહેવાની જરૂર નથી. યુએઈએ કૃત્રિમ ટાપુ દ્વારા દુબઈ સહિતનાં શહેરોની રોનક બદલી નાંખી છે. બુર્ઝ ખલિફા સહિતની દંગ થઈ જવાય એવી ઈમારતો ઉભી કરીને યુએઈ દુનિયાભરના ધનિકોને આકર્ષી રહ્યું છે. 

    યુએઈ ટુરિઝમ અને ઈન્વેસ્ટમેન્ટ માટેનું સૌથી મોટું સેન્ટર બની ગયું છે. ફાયનાન્સ અને ટેક ફાયનાન્સ કંપનીઓ દુબઈમાં રોકાણ ઠાલવી રહી છે અને પોતાની ઓફિસો ઉભી કરી રહી છે. સલમાન યુએઈને જ નહીં પણ અમેરિકા અને ચીન જેવા દેશોને પણ પાછળ છોડવાનું સપનું નિયોમ દ્વારા સાકાર કરવા માગે છે.

    કાર ફ્રી નિયોમમાં ફ્લાઈંગ કાર્સ, કૃત્રિમ ચંદ્ર, રોબોટ મેઈડ્સ હશે

    સઉદી અરેબિયા રણવિસ્તારમાં રેડ સી (લાલ સાગર) પાસે ‘નિયોમ ધ લાઇન’ નામનું નવું શહેર વસાવી રહયું છે. નિયોમ શહેર બનાવવા પાછળ લગભગ ૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. ૨૦૧૬માં આ પ્રોજેક્ચ લોંચ કરાયો ત્યારે ૫૦૦ અબજ ડોલરના ખર્ચનો અંદાજ હતો પણ ધીરે ધીરે ખર્ચ વધતો ગયો ને હવે ૨ ટ્રિલિયન ડોલર ખર્ચ થવાનું અનુમાન છે. નિયોમ સિટી સાઉદી અરેબિયાના ભાવિ શાસક અને હાલના વડાપ્રધાન ક્રાઉન પ્રિંંસ મોહમ્મદ બિન સલમાનનું સપનું છે તેથી આ શહેરને વિકસાવવા માટે સાઉદી અરેબિયા પાણી કરતાં પણ વધારે પ્રમાણમાં ડોલર  વહાવી રહયું છે. 

    સલમાનનું સપનું નિયોમને કોઈ સાઈ-ફાઈ હોલીવુડ મૂવીમાં જોવા મળે એવું અત્યાધુનિક ટેક સિટી બનાવવાનું છે. આ શહેરમાં એક પણ કાર નહીં જોવા મળે. અત્યાર દુનિયામાં કોઈ ઠેકાણે જોવા ના મળે એવી સવલતો અને ટેકનોલોજી સલમાન નિયોમ શહેરમાં આપવા માગે છે. આ પૈકી ઘણી ટેકનોલોજી અને ચીજો તો હાલમાં અસ્તિત્વમાં જ નથી. સલમાન નિયોમ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન માટે ફ્લાઈંગ કાર્સના સપનાં જુએ છે. લોકો ઉડતી કારમાં જ મુસાફરી કરે એવી સલમાનની ઈચ્છા છે. એ જ રીતે રોબોટ મેઇડ્સ, ડાયનાસોર રોબોટ્સ પણ હોય એવું સલમાનનું વિઝન છે. રણવિસ્તારમાં ચાંદનીના કારણે અલગ જ પ્રકારની ખૂબસૂરતી થઈ જાય છે. સલમાન નિયોમને આ બ્યુટી આપવા માગે છે તેથી ચંદ્ર જેવો જ લાગે એવો વિશાળ કૃત્રિમ ચંદ્ર પણ હશે કે જે ચંદ્રનો પ્રકાશ ના હોય ત્યારે નિયોમને ચાંદની આપશે.

    પ્રિન્સ સલમાને ઈઝરાયલની મદદ લેતાં મુસ્લિમ રાષ્ટ્રો નારાજ

    સાઉદી અરેબિયાના નીયોમ સિટી પ્રોજેક્ટના કારણે મુસ્લિમ રાષ્ટ્રોમાં ભારે નારાજગી છે. મુસ્લિમ રાષ્ટ્રોને વાંધો એ વાતનો છે કે, સાઉદી ખાનગીમાં ઈઝરાયલ સાથે હાથ મિલાવીને આ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. ઐતિહાસિક રીતે સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો અને ઈઝરાયલ વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. પેલેસ્ટાઈનના કારણે સાઉદી અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ પણ થઈ ચૂક્યું છે. મોટા ભાગનાં મુસ્લિમ રાષ્ટ્રો ઈઝરાયલને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે પણ સલમાન માટે નિયોમ પ્રોજેક્ટ એટલો મોટો છે કે, દુશ્મનાવટ ભૂલાવીને ઈઝરાયલ સાથે પણ હાથ મિલાવી દીધા છે. 

    સલમાને મૂળ અમેરિકા પાસે પોતાનો પ્રોજેક્ટ પાર પાડવા મદદ માગી હતી પણ અમેરિકા પાકું વેપારી છે તેથી પોતાનો ફાયદો ના હોય એવા કશામાં પડતું નથી. સલમાન નીયોમ શહેર વિકસાવે તો દુનિયાભરના ધનિકો સાઉદી જઈને વસવા માંડે. અત્યારે ધનિકો અમેરિકામાં રોકાણ કરીને સિટિઝનશીપ મેળવે છે તેમાં ઓટ આવે તેથી અમેરિકા નીયોમ સિટી પ્રોજેક્ટ સફળ ના થાય એવું ઈચ્છે છે. અમેરિકાએ મદદ ના કરતાં સાઉદી અરેબિયા  નિયોમ પ્રોજેકટ વિકસાવવા ચીન સામે હાથ લાંબો કર્યો હતો પણ ચીનનો સાથ મળ્યો નહી. ચીનને પણ સાઉદીમાં વિદેશી રોકાણ ઠલવાય તો પોતાનો દબદબો ઘટે તેનો ડર છે તેથી મદદ ના કરી એટલે છેવટે સલમાને ખાનગીમાં ઈઝરાયલ સાથે સોદો કરી નાંખ્યો. ઈઝરાયલ પાસે ટેકનોલોજીના ખાં માણસો છે એ સલમાનને મદદ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

    June 5, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર બાદના પડકારો

    June 5, 2025
    લેખ

    Drone યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે લશ્કરી સંઘર્ષનો આધાર બનવાની શક્યતા છે

    June 5, 2025
    લેખ

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.