New Delhi,તા.06
આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને આગામી દિવસોમાં બજેટની બ્લુપ્રિન્ટને ‘ફાઈનપ્રિન્ટ’ બનાવવા તૈયારી થશે એ સમયે હવે આવકવેરામાં સરકાર મોટા ફેરફાર કરશે તેવા સંકેત છે.
એક તરફ આવકવેરા મુક્તિ મર્યાદા રૂા.15 લાખ સુધી લઈ જઈને એક સિવાય વર્ગને કોઈ કરવેરો ભરવો જ પડે નહી તેવી શકયતા દર્શાવાઈ છે તો સરકારે હવે આવકવેરાની કલમ 80સી જેમાં ટેકસપેયરને વધુમાં વધુ રૂા.1.50 લાખ સુધીના રોકાણને કરમુક્તિની જે સુવિધા છે તેમાં વધારો થવાની શકયતા છે.
હાલ આ સ્કીમ હેઠળ પીપીએફ ઈકિવટી લીંકડ સેવિંગ્સ સ્કીમ, સિનીયર સીટીઝન સેવિંગ સ્કીમ અને પાંચ વર્ષની એફડીને સામેલ કરાઈ છે જેના તપાસના સંયુક્ત રૂા.1.50 લાખના રોકાણને કરમુક્ત કરવામાં આવે છે. હવે જે રીતે રોકાણના વિકલ્પો વધ્યા છે તથા લોકોની ઘરેલુ બચત ઘટી રહી છે તે સમયે સરકાર રૂા.1.50 લાખ સુધીના રોકાણ મર્યાદા રૂા.3 લાખ સુધી કરી શકે છે.
ખાસ કરીને જે રીતે ચુંટણીમાં મહિલા વર્ગએ રાજકીય વોટ બેન્ક બની રહી છે તેથી મહિલાઓને ટેકસમાં ખાસ રાહત આપવા પણ સરકાર આગળ વધી રહી છે. લાડલી બહેના યોજનાથી એક ખાસ વર્ગને રાહત અપાઈ હવે જે નોકરી-વ્યવસાયમાં મહિલાઓ જોડાઈ છે. તેઓને માટે ખાસ રોકાણ કમ બચત યોજના લાવીને તેને ટેકસમાં આ રીતે રાહત આપીને મોદી સરકાર ખાસ આયોજન કરી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન તેમના બજેટમાં આ રીતે આગળ વધી છે. ખાસ કરીને દિલ્હીમાં જે રીતે ફેબ્રુઆરીના મધ્યમાં ચુંટણી છે અને આ રાજયમાં મહિલા વ્યાવસાયિક-નોકરી કરતી મહિલાઓ વધુ છે. તેને ટાર્ગેટ કરવાની તૈયારી છે.
સરકાર નવા ટેક્સ માળખામાં લોકોને કોઈ કરમુક્ત આપતી નથી પણ હવે બચતને વેગ આપવાની આવશ્યકતા પારખવામાં આવશે. મહિલાના હાથમાં વધુ નાણા રહે અને તેમની બચત વધે તો તેનો આર્થિક દરજજો પણ વધુ મજબૂત બનશે અને નિર્મલા સીતારામન પોતે પોતાના એક સમયના સેલેરી-કલાસ સમયને યાદ કરી શકે છે.

