આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત બાદ હરકતમાં આવ્યું તંત્ર, સિક્યુરિટી વિભાગ દ્વારા મૌખિક સુચના બાદ કાર્યવાહી
Rajkot તા.૫ઃ
રાજકોટ શહેર પીડીયુ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીના સગાઓને પાન માવો ખાઈને થુકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને બે દિવસમાં પાન માવાની પિચકારી મારનારા લોકોને સમજાવવા છતાં પિચકારી મારવાની આદત ન સુધરતા આશરે ૪૦ જેટલા વ્યક્તિઓને રૂ ૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં શનિવારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ની મુલાકાત બાદ સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી તથા તેની સાથેના સગાઓ પાન માવા ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારતા દ્રશ્યો જોવા મળતા સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના ના પગલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કમલસિંહ ડોડીયાની સૂચના દ્વારા આજે હોસ્પિટલની સિક્યુરિટી એજન્સી દ્વારા જ્યાં ત્યાં પાન માવા ખાઈને પિચકારી મારનાર દંડ દેવાનું શરૂ કરવામાં આવ્યું હતું સિક્યુરિટી સુપરવાઇઝર જગદીશ ચાંડેગ્રા દ્વારા જનાના હોસ્પિટલ અને પીડીયુ કમ્પોસ્ટ તેમજ માં તપાસ કરવામાં આવી હતી દરમ્યાન કેટલાક દર્દીના સ્વજનો પાન માવા ખાધેલી આદતમાં જોવા મળતા તેમને બહાર થુકવા અને હવે પછી હોસ્પિટલ ની અંદર આવવું નહીં કરવા સૂચના આપી હતી તેમ છતાં દ્વારા પાન માવાની પિચકારી થઈને સિવિલ હોસ્પિટલને ખરાબ કરતા જોવા મળતા બે દિવસમાં ૪૦ થી વધુ લોકોને આવ્યો હતો અને આગામી દિવસમાં પણ જ્યાં ત્યાં પિચકારી મારનાર લોકો વિરુદ્ધ દંડની આકરી કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું હતું
