કલર કામ કરતા યુવક ધંધામાં પ્રગતિ થતા ખાર રાખી હુમલો થયાનું પ્રાથમિક તારણ
Rajkot તા.૫ઃ
શહેરના શાંતિનગર પાસે ચેતન હનુમાન મંદિર પાસે ૨૪ વર્ષે યુવક પર બે થી ત્રણ શખ્સો દ્વારા છરી વડે હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ હતા
અંગે શહેરમાં દિવસે અને દિવસે મારામારીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રૈયારોડ ઇન્દિરા નગરમાં રાધિકા પાન ની બાજુમાં રહેતા વિશાલભાઈ અમરશીભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૨૪ વર્ષીય યુવક રાત્રે ૧૦ વાગ્યે આસપાસ શાંતિનગર પાસે ચેતન હનુમાનજી મંદિર ની પાસે હતો ત્યારે સામેવાળા સુનિલભાઈ મીઠી એ કોઈ કારણસર ઝઘડો કરી છડી વડે હુમલો કરતા વિશાલને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે ઇજાગ્રસ્ત યુવાને ભાઈએ જણાવેલ કે વિશાલ અગાઉ સુનિલ સાથે કલર નું કામ કરતો હોય બાદ પોતે પોતાની રીતે કલરનું કામ રાખતો હોવાથી ખાર રાખીને હુમલો કર્યાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

