Morbi તા. 7
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝના પાછળના મેદાનમાં પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે રવિ બળદેવભાઈ સોલંકી (38), દેવજી પરસોત્તમભાઈ વરાણીયા (40), દિનેશ બાબુભાઈ વઢીયારા (25), હરજી રાજાભાઈ ગમારા (35) અને જયસુખ કરસનભાઈ ધોળકિયા (35) રહે. બધા મોરબી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 15,000ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

