London, તા.4
યુરોપમાં 43 ડીગ્રી ગરમી બાદ હવે એક નવી તબાહીના સંકેત છે અને ભીષણ ગરમી તથા અનેક વિસ્તારોમાં આગને કારણે 90 લાખ ટન અનાજ સ્વાહા થઈ ગયું છે જેના કારણે ઓસ્ટ્રીયા, આયરલેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.
યુરોપના અનાજ અને તેલીબીયા વ્યાપાર સંગઠન કોસેરલના જણાવ્યા મુજબ ભારે ગરમીને કારણે 90 લાખ ટન ફસલ નષ્ટ થઈ ગઈ છે અને બે અબજ યુરોપનું નુકશાન થયું છે અને બજારમાં હવે અનાજના ભાવોમાં વધારો થશે.
ખાસ કરીને ઘઉં, જુવાર, મકાઈ તથા ઓટસ જેવા પાકોને ભારે નુકસાન થયું છે અને હવે તે બજારમાં અસર કરશે. સ્વીટઝરલેન્ડમાં 38થી41 ડીગ્રી ગરમી પ્રથમ વખત જોવા મળી છે.
ડેન્માર્કમાં 1874 બાદ પ્રથમ વખત ગરમીનો પારો 36.6 ડીગ્રી સેલ્સીયસ પહોંચ્યો છે. એસી પર વધુ લોડના કારણે પાવરગ્રીડ સપ્લાય ઠપ્પ થઈ ગઈ છે અને જે નદીઓના પાણી આ પાવરપ્લાન્ટને ઠંડા રાખવા માટે ઉપયોગ થાય છે તે પાણી ખુદ ગરમ થઈ ગયા છે અને ટ્રેનના પાટા પણ વળી ગયા છે જેના કારણે આ પરીસ્થિતિ ઉભી થઈ છે.

