Mumbai,તા.04
ફરહાન અખ્તરે આમિરખાન અને આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘લલકાર’ છોડી દેતાં તેના સ્થાને ‘જ્યુબિલિ’ સીરિઝ ફેમ સિદ્ધાંત ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.
આર.ડી. બર્મનની બાયોપિકમાં ડેટ્સ આપી દીધી હોઇ ફરહાન માટે આ ફિલ્મની તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ હોઇ તેણે લાલા અમરનાથની કહાની કહેતી સ્પોર્ટસ ફિલ્મ ‘લલકાર’ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ફરહાન સહનિર્માતા તરીકે તો આ ફિલ્મ સાથે સંકળાયેલો રહેશે.
આમિરખાનની આ ફિલ્મનું શૂટિંગ પહેલી ઓક્ટોબરથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. સિદ્ધાંત ગુપ્તા આ ફિલ્મમાં આમિરખાનના દોસ્તોમાંથી એકની ભૂમિકા કરશે. આમિરખાન આ ફિલ્મમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથની ભૂમિકા ભજવવાનો છે.
૧૯૫૨ની ઐતિહાસિક ભારત-પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ સિરિઝ પર આધારીત આ ફિલ્મ બનાવવા માટે આશુતોષ ગોવારીકર અને આમિરખાન ૨૦૦૧માંઆવેલી ‘લગાન’ ફિલ્મ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પિયુષ ગુપ્તા અને નીરજસિંહે લખી છે.

