નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બિન હરીફ થઈ હતી જેથી ભાજપની થઈ હતી જીત
Surat, તા.૧
ગુજરાત રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી જાય તેવી ઘટના બની છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટણી પહેલા જ હાર આપનાર ને પાણીમાં બેસી જનાર નિલેશ કુંભાણીએ ભાજપના સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેના બા નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરેલ નિલેશ કુંભાણીને ત્યાં સીઆર પાટીલ પહોંચતા ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે.
સુરતમાં સીઆર પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે સૂચક મુલાકાત થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નિલેશ કુંભાણી એ જ છે, જેઓએ વર્ષ ૨૦૨૪ માં સુરત લોકસભા બેઠકમા કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા બાદ પરત ખેચ્યું હતું. જેને કારણે કોંગ્રેસ જીત પહેલા જ મેદાનમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ત્યારે ગુજરાતમાં માત્ર એક લોકસભા બેઠક સુરત લોકસભા ચૂંટણી સમયે નિલેશ કુંભાણીના કારણે ભાજપની બેઠક બિનહરીફ વરણી થઇ હતી. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો જે તે સમયે ભારે વિરોધ કર્યો હતો આજે ભાજપના દિગજો સાથે જોવા મળ્યા છે. લાંબા સમય બાદ નિલેશ કુંભાણીને ત્યાં સીઆર પાટીલ પહોંચતા રાજકારણ ગરમાયું છે.
આ મુલાકાત દરમિયાન મંત્રી કૌશિક વેંકરીયા, ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશ કસવાળા સહિત દિગ્જ્જો હાજર રહ્યા હતા. ત્યારે હવે જોવું એ રહ્યુ કે, નિલેશ કુંભાણી વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરે છે કે નહિ.

