Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    • United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું
    • FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ
    • Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ
    • Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત
    • FIFA World Cup ના ક્રેઝમાં અર્ધી દુનિયાના રાત ઉજાગરા : ઉંઘ વેરવિખેર
    • Hardik Pandya ના બેક-અપ તરીકે Nitish Kumar Reddy નું નામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પ્રસંગમાં મહેફિલ માણતાં પાંચ વેપારીઓ નશાની હાલતમાં ઝડપાયા
    રાજકોટ

    Rajkot: પ્રસંગમાં મહેફિલ માણતાં પાંચ વેપારીઓ નશાની હાલતમાં ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.06
    શહેર પોલીસ દ્વારા દર રવિવારની રાતે નાઈટ કોમ્બિંગ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે રાતે પોપટપરા નાલા પાસે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે પાંચ વેપારીઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. સુરત, ગીર સોમનાથ અને ઉપલેટાના વેપારીઓ રાજકોટ પ્રસંગમાં દારૂની મહેફિલ માણી પરત જતા અને પોલીસની ઝપટે ચડી ગયા હતાં. બીજી તરફ કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છરી સાથે આઠ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ પી નીકળેલા 19 શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

    મળતી વિગત મુજબ, પ્ર.નગર પોલીસ મથકના  પીએસઆઇ જે.બી.રાણીંગા તથા ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પોપટપરા નાલા પાસે ગુરુદ્વારા પાસેથી અમુક શખ્સોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા.

    જેમાં કિશોર અશોક મોટવાણી (રહે.પાલનપુર ગામ, અડાજણ રોડ સુરત), ગીરીશ સજાનંદ મોટવાણી(રહે.સિદ્ધિવિનાયક રેસીડેન્સી રેલનગર), અમર કિશોર લાલવાણી (રહે સંજયનગર કોલોની સુત્રાપાડા), નિલેશ પરસોત્તમ ભાયાણી (રહે શહીદ અર્જુન રોડ ઉપલેટા), પ્રકાશ અશોક મોટવાણી(રહે.રાજેશ એપલ એપાર્ટમેન્ટ પાલનપુર ગામ સુરત) ને પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી.આ તમામ શખ્સો વેપારી હોવાનું અને રાજકોટમાં પ્રસંગમાં કારમાં બેસી દારૂની મહેફિલ માણી પરત ફરી રહ્યા હતાં.

    તેમજ ગઈકાલ રાત્રિના પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી જેમાં 27 શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં એ. ડિવિઝન પોલીસે માલવિયા ચોક યાજ્ઞિક રોડ પર પીધેલી હાલતમાં વીરા રામ નેબારામ મીણા, ભાવનગર રોડ રાજમોતી મીલ સામે રોડ પરથી રીક્ષાચાલક ધર્મેન્દ્ર  કુંચાલાને, આજીડેમ પોલીસે ત્રંબા ગામ રાજકોટ ભાવનગર હાઇવે બસ સ્ટેન્ડની સામેથી નાથા પંચાભાઈ વાઢેર, સ્વાતિ પાર્ક મેઇન રોડ વિરાજ ચોક પાસેથી અનુપ રાઘવભાઈ સોનકર, રાજકોટ ભાવનગર રોડ રવિવારી બજારની સામેથી સંજય ગોબરભાઇ મેર અને સાઈબાબા સર્કલ પાસેથી દીક્ષિત મનસુખભાઈ ગીનોયાને, પ્રદ્યુમનનગર પોલીસે જામ ટાવર ચોક પાસે જામનગર રોડ પરથી પ્રતીક જેઠુરભાઈ બસિયાને,ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી છોટુનગર મેઇન રોડ એરપોર્ટ રોડ પરથી ભાવેશ બાબુભાઈ સમેચાને, માલવીયા નગર પોલીસે નાના માવા રોડ પરથી ભાવેશ ગણપતભાઈ મકવાણા અને ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસેથી શૈલેષ ખેમજીભાઇ સાગઠીયાને, રાજકોટ તાલુકા પોલીસે કાલાવડ રોડ કણકોટ પાટીયા પાસેથી જયદીપ પ્રવીણભાઈ સોલંકીને,ભક્તિનગર પોલીસે નારાયણ નગર શેરી નંબર 11, ઢેબર કોલોની પાસેથી અસલમ અનવરભાઈ ભટ્ટી અને એ જ સ્થળેથી હનીફ અબ્દુલભાઈ ભુકેડાને,યુનિવર્સિટી પોલીસે 150 ફુટ રીંગ રોડ નાગરિક બેંકની પાછળથી નિખિલ ભીખુભાઈ વાગડિયાને પીધેલી હાલતમાં પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી.

    તેમજ શહેરમાં ધાક જમાવવા  છરી સહિતના હથિયારો વડે હુમલા કરવાની ટેવ વાળા શખ્સોની તપાસમાં પોલીસ હતી ત્યારે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ગોપાલ નમકીન સેલ્સ એજન્સીની સામેથી દિનેશ પ્રેમજીભાઈ જોગરાજીયાને અને  ઘંટેશ્વર 25 વારિયાની બાજુમાં રોડ પરથી ગૌતમ ભીખુભાઈ રામાણીને, યુનિવર્સિટી પોલીસે 150 ફૂટ રીંગ રોડ, નાગરિક બેંક પાસેથી કલ્પેશ અશોકભાઈ કાસુન્દ્રાને, રાજકોટ તાલુકા પોલીસે રસુલપરા વકીલની વાડી સામેથી અદનાન અબ્દુલવહાબભાઈ સૈયદને, થોરાળા પોલીસે મયુર નગર મેન રોડ મમતા ડેરીની પાસેથી રવિ કનુભાઈ પરમાર અને ચુનારાવાળ ચોક ભાવનગર રોડ ખાતેથી મહેશ જેસીંગભાઇ રાવરાળીને, આજી ડેમ પોલીસે સાઈબાબા સર્કલ પાસે સ્વાતિ પાર્ક મેન રોડ પરથી ઋષિ કાળુભાઈ ઠાકોરને, માલવિયાનગર પોલીસે પી ડી એમ કોલેજ પાસે ગોંડલ રોડ પરથી વિષ્ણુ રામસિંગભાઈ રાઠોડને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: પડધરી નજીક ફરિયાદનો ખાર રાખી બે મિત્રો પર હુમલો

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ, રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026

    FIFA World Cup : પ્રથમ રાઉન્ડના ટોપ-7 સૌથી ફાસ્ટ ફૂટબોલર્સ

    June 20, 2026

    Yuvraj Singh બની શકે છે દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ

    June 20, 2026

    Football World Cup : અમેરિકા નોકઆઉટમાં ; હૈતી સામે બ્રાઝિલની શાનદાર જીત

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.